નવજીવન ન્યૂઝ. રાજકોટ: સૌથી સુરક્ષિત ગણાતા સ્થળ એવા પોલીસ ચોકીમાં તસ્કરીના આરોપીએ પોતાના ગળાના ભાગે તિક્ષ્ણ હથિયાર મારી આપઘાત કર્યો છે. આ ઘટના મામલે પોલીસનું કથન છે કે રાજકોટની (Rajkot) જ્યુબિલી એ ડિવિઝન પોલીસ (A Division Police) ચોરીના ગુનાને અંજામ આપતા આરોપીઓને પકડી પોલીસ ચોકી ખાતે પૂછપરછ માટે લાવી હતી. દરમિયાન આરોપીએ તિક્ષણ હથિયાર પોતાના ગળાના ભાગે મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેના પગલે આરોપીને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં (Rajkot Civil Hospital) ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત આરોપીને મૃત જાહેર કર્યો હતો. ઘટનાને પગલે ઉચ્ચઅધિકારી પણ પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના રાજપૂતપરા વિસ્તારમાં દુકાનમાં ચોરીની ઘટના બની હતી. જેને લઈ વેપારી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધવી હતી. ચોરીના ગુનાની તપાસમાં પોલીસે પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે અલગ અલગ દુકાનમાંથી સ્ટીલ ચોરી કરનારા તસ્કરો એ ડિવિઝન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ફરી રહ્યા છે. જે બાતમીના અધારે પોલીસે દરોડો પાડી બે તસ્કરોને ઝડપી પાડ્યા હતા. જેમાં અનિલ ચારોલિયા અને દેવપરા વિકીને ચોરીના ગુનામાં પૂછપરછ માટે જયુબિલી એ ડિવિઝન પોલીસ ચોકી ખાતે લાવવામાં આવ્યો હતો.
એ ડિવિઝન પોલીસ ચોકીના પી.એસ.આઈ. ચૌહાણ ચોરીના કેસની તપાસ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમાંથી અનિલ ચારોલિયા નામના આરોપીએ તેની પાસે રહેલા તીક્ષ્ણ હથિયાર વડે પોતાના ગળાને ભાગે ઈજા પહોંચાડી હતી. જેના પગલે અનિલ ચોરાલિયાને લોહીલુહાણ હાલતમાં પોલીસે તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખેસડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે અનિલ ચારોલિયાને મૃત જાહેર કર્યો છે. આરોપીએ પોલીસ ચોકીમાં જ હથિયાર વડે આપઘાત કરી લેતા ઉચ્ચઅધિકારી પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઘટના મામલે તપાસના આદેશ આપ્યા છે.
આરોપીએ પોલીસ ચોકીમાં આપઘાત કરી લેતા પોલીસ વિભાગ પર અનેક સવાલો પેદા થવા લાગ્યા છે. જેમાં મહત્વનો સવાલ છે કે આરોપીની ધરપકડ કરી લાવ્યા હોય તો તેની પાસે હથિયાર કેવી રીતે હોય? વળી આરોપીએ કયુ હથિયાર મારી આત્મહત્યા કરી તે હથિયારનું નામ પોલીસને કેમ ખબર નથી?
આ મામલે દક્ષિણ ઝોન એ.સી.પી., પી.આઈ. અને પી.એસ.આઈ. તમામ સાથે વાત કરી પણ કોઈને હજુ સુધી હથિયાર કયું હતું તે ખબર નથી. તો શું આરોપી પાસે અદૃષ્ય થઈ જાય તેવું તિક્ષણ હથિયાર હશે? તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
TAG: Rajkot Crime News Today
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








