Tuesday, June 23, 2026
HomeGeneralCovid 19 In Gujarat: ગુજરાતમાં કોરોનાની ઝડપ વધી આજે પણ 968 કેસ...

Covid 19 In Gujarat: ગુજરાતમાં કોરોનાની ઝડપ વધી આજે પણ 968 કેસ નોંધાયા, અમદાવાદમાં એક જ દિવસમાં 402 કેસ નોંધાતા ચિંતાનો માહોલ, જાણો ઓમિક્રોનના આંકડા

- Advertisement -

નવજીવન. અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સતત ઝડપ પકડી રહ્યો છે. સંક્રમણ ધીમે ધીમે એવું વધી રહ્યું છે કે હાલ ચિંતા ન કરી તો આગામી ભવિષ્ય દુઃખી કરનારું પણ બની શકે છે. ગુજરાતમાં ગત 24 કલાકમાં 968 કેસ નોંધાયા છે. જેમાંથી સૌથી વધુ અમદાવાદમાં કેસ છે જે 402 છે જ્યારે તેના પછી સૌથી વધુ કેસ સુરતમાં નોંધાયા છે. સુરતમાં 223 કેસ છે. હાલમાં ગુજરાતમાં કુલ વેક્સિનેશન 8,96,88,888 થયું છે. જ્યારે ગુજરાતમાં હજુ 4753 એક્ટીવ કેસ છે જેમાંથી 6ની હાલત ગંભીર છે. આ તરફ વલસાડમાં એક વ્યક્તિનું કોરોનાથી મોત નિપજ્યું છે જે પછી ગુજરાતમાં કોરોનાથી સરકારી આંકડા મુજબ 10120 વ્યક્તિ મૃત્યુ પામ્યા છે.

ગુજરાતમાં જેમ લોકોના ટોળા થવા લાગ્યા છે અને તેની સાથે સાથે કોરોનાના કેસ પણ વધવા લાગ્યા છે ત્યારે કોરોનાથી ચિંતાનો માહોલ સર્જાયો છે. આગામી સમય કેવો આવશે તેનો અંદાજ માત્ર લગાવી શકાય છે. લગભગ તમામ રાજકીય પાર્ટીઓ આગામી ચૂંટણીમાં લોકોના મત માટે ધમપછાડા કરી રહી છે જેને કારણે કોરોનાને ખુલ્લું મેદાન મળ્યું છે. અહીં એવું કહેવામાં અતિશ્યોક્તિ નથી કે નેતા અને કોરોના બંનેને હાલ ભીડ વ્હાલી થઈ છે. આજે સુરત અમદાવાદ ઉપરાંત કેસના આંકડા પર ઉડતી નજર કરીએ તો વડોદરામાં 71, રાજકોટમાં 60 કેસ નોંધાયા છે. આ ઉપરાંત અન્ય શહેરો જિલ્લાઓમાં પણ કોરોના સતત વધી રહ્યો છે. આ તરફ ઓમિક્રોનના આંકડા પણ ઉપર જોવા મળ્યા છે. ઓમિક્રોનના એક જ દિવસમાં કુલ કેસ 136 નોંધાયા છે.

- Advertisement -



કુલ 136 પૈકી અમદાવાદમાં સૌથી વધુ 50, વડોદરામાં 24, સુરતમાં 16, આણંદમાં 13, ખેડામાં 3, રાજકોટમાં 6, ગાંધીનગરમાં 5, જામનગરમાં 3, મહેસાણામાં 4, ભરૂચ અને કચ્છમાં 2, પોરબંદર, જુનાગઢ, બનાસકાંા અને અમરેલીમાં 1-1 કેસ નોંધાયા છે. જોકે હજુ સુધી ગુજરાતમાં ઓમિક્રોનના કારણે કોઈનું મૃત્યુ થયું હોય તેવો એક પણ બનાવ ન બનતા અને અત્યાર સુધીમાં 85 લોકોએ ઓમિક્રોન સંક્રમિત થયા પછી તેને મહાત આપી છે જેને કારણે તંત્રને સામાન્ય રાહતનો દમ મળ્યો છે.



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular