Saturday, May 23, 2026
HomeGujaratધોરણ-10ના પરીક્ષાના પરિણામોની તારીખ જાહેર, આ તારીખે વિદ્યાર્થી જોઈ શકશે પરિણામ

ધોરણ-10ના પરીક્ષાના પરિણામોની તારીખ જાહેર, આ તારીખે વિદ્યાર્થી જોઈ શકશે પરિણામ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ધોરણ-10ની પરીક્ષા આપનારા લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો હવે અંત આવ્યો છે, કારણ કે આજે ધોરણ 10ની પરિક્ષાના પરિણામોની જાહેરાત કરી દેવામાં આવી છે. આગામી 25મેના રોજ ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (SSC)નું પરિણામ જાહેર થવાનું છે. બોર્ડની વેબસાઈટ www.gseb.org પર વિદ્યાર્થીઓ પોતાનો સીટ નંબર નાંખી સવારે 8 વાગ્યાથી પરીક્ષાના પરિણામ જોઈ શકશે. આ અગાઉ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 10ના પરિણામની સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી છે. તેમજ વોટ્સએપ નંબર 6357300971 નંબર પર પોતાનો બેઠક ક્રમાંક વોટ્સએપ કરીને પણ પરિણામ જાણી શકાશે.

ગુજરાતમાં 9 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી. 25મે એટલે કે પરિક્ષાના 2 મહિના બાદ પરિણામની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, વિદ્યાર્થીઓને ગુણપત્રક અને S.R નકલ ક્યારે મળશે તે અંગેની સૂચના પાછળથી કરવામાં આવશે. પરીક્ષામાં ગુણચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઈટ મૂકવામાં આવશે, ગુણચકાસણીની અરજી ઓનલાઈન કરવાની રહેશે.

- Advertisement -

પરિણામ બાદ નામ સુધારાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે. 2023ની પૂરક પત્રાતા ધરાવતા ઉમેદવારોની યાદી શાળાના પરિણામો સાથે મોકલી આપવામાં આવશે. પૂરક પરીક્ષાના આવેદનપત્રો ઓનલાઈન ભરવાની સૂચના બાદમાં આપવામાં આવશે. જે અંગે શાળાના આચાર્ય, વાલીઓ અને વિદ્યાર્થીઓને ધ્યાન આપવવા જણાવવામાં આવ્યું છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular