નવજીવન ન્યૂઝ. બનાસકાંઠા: Banaskantha News: ગુજરાતમાં અવાર નવાર સાયબર ક્રાઈમની ઘટનાઓ બનતી રહેતી હોય છે. જેમાં ગઠિયાઓ ફરિયાદીને લીન્ક મારફતે ઠગીને તેમના ખાતામાંથી લાખો રૂપિયા પડાવતા હોય છે. પરંતુ પાલનપુરમાંથી (Palanpur) અચરજ પમાડતો એક એવો અજીબ કિસ્સો સામે આવ્યો છે કે, જેને પેટ્રોલ પંપના માલિકની ઉંઘ તો હરામ કરી જ છે પણ સાથેસાથે પોલીસને પણ દોડતી કરી છે. કારણ કે, ચોર ટોળકીએ પેટ્રોલ પંપનાં(Petrol pump) સ્વાઇપ મશીનની ચોરી (Swipe Machine Stolen) કરી અને પેટ્રોલ પુરાવવા આવનારા ગ્રાહકોના ખાતામાં કુલ મળીને પેટ્રોલના 2.50 લાખ રૂપિયા જમા કરાવ્યા છે. ત્યારે શું છે સમગ્ર મામલો જાણો આ અહેવાલમાં…
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના 21 એપ્રિલના રોજ બનાસકાંઠાના પાલનપુરના શિવ ફ્યુઅલ પેટ્રોલ પંપમાં ઘટી છે. જેની પાલનપુર ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ છે. જે ફરિયાદ અનુસાર પેટ્રોલ પંપ પર કામ કરતા સુનિલ મકવાણા અને અંકિત ઠાકોરે રાત્રે 3.30 વાગ્યે પેટ્રોલ પંપ પર આવેલા 3 વ્યક્તિઓની એકટીવામાં રૂપિયા 70નું પેટ્રોલ ભર્યું હતું. જે બાદ વહેલી સવારે 5:00 વાગ્યે ડીઝલ પુરાવવા આવેલા એક કસ્ટર માટે સ્વાઈપ મશીનની જરૂર પડી હતી, પરંતુ તે દરમિયાન મશીન મળ્યું ન હતું.
આ ઘટનાના 19 દિવસ સુધી સતત સ્વાઇપ મશીનના એકાઉન્ટમાંથી રકમ ડેબિટ થઈ રહી હતી. નવાઈની વાત એ છે કે, આ રકમ ચોર ટોળકીએ પોતે ન વાપરીને એ જ ગ્રાહકોના ખાતામાં જમા કરાવી હતી કે જેમણે તે જ પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ પુરાવ્યુ હોય. એક પછી એક રકમ ડેબિટ થતા ત્રણેય ગઠિયાઓએ પેટ્રોલ પંપના માલિકને 2.50 લાખનો ચુનો લગાવી દીધો હતો. જેની જાણ થતા પેટ્રોલ પંપના મેનેજર હાર્દિક ચૌધરીએ બેંકમાં આ સ્વાઈપ મશીન બ્લોક કરાવીને સાયબર ક્રાઈમમાં (Cyber Crime) આ અંગેની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ આ સમગ્ર મામલે ચોર ટોળકી સુધી પહોંચવા માટે એ તમામ ગ્રાહકોની શોધખોળ કરી રહી છે કે જેમણે ઘટના બન્યાથી લઈને અત્યાર સુધીમાં તે પેટ્રોલ પંપ પર પેટ્રોલ કે ડીઝલ પુરાવ્યું હોય. આ કેસની તપાસ કરી રહેલા સાઇબર ક્રાઇમના પીઆઈ બી. પી. મેઘલાતરના જણાવ્યા અનુસાર, જે ગ્રાહકોને રીફંડ થયું છે તે તમામના ખાતામાંથી ચોરીનો મુદ્દામાલ કબજે કરવામાં આવશે.
આખરે આવી વિચિત્ર પ્રકારની ચોરી કેમ અને આવી છેતરપિંડી પાછળનો તર્ક શું? આ ત્રણેય ગઠિયાઓ કોણ હતા? તેની પોલીસ તપાસ કરી રહી છે. બીજી બાજુ CCTVને આધારે અને ગ્રાહકોના વિવિધ બેંકનાં ખાતા શોધી, બેંકમાં જઈ એક એક ગ્રાહક શોધી, તેમને સમજાવી તેમના ખાતામાં રિફંડ થયેલી રકમ પરત લાવતા પોલીસને પણ નાકે દમ આવશે.
TAG: Palanpur News today
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








