નવજીવન ન્યૂઝ. વડોદરા: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી માદક પદાર્થોના વેચાણ અને સેવનનું પ્રમાણ વધી રહ્યું છે. તેને જોતાં હવે ગુજરાત પોલીસ પણ સતર્ક બની છે અને અલગ અલગ જગ્યાઓએ ડ્રગ્સ વેચતા અને સેવન કરતાં લોકોને પકડવામાં આવી રહ્યા છે, ત્યારે થોડા સમય અગાઉ ગુજરાત ATS દ્વારા વડોદરાના (Vadodara) મોકસી (Moksi) ખાતે એક ફેકટરીમાં MD ડ્રગ્સનો (MD Drug) કરોડોનો જથ્થો પકડવામાં આવ્યો હતો. આ કેસમાં ગુજરાત ATS દ્વારા અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને હવે આ આરોપીઓની મિલકત ફ્રીઝ કરવાની પણ કાર્યવાહી ગુજરાત ATS દ્વારા કરવામાં આવી રહી છે.
ગુજરાત ATS જ્યારે આ કેસની તપાસ કરી રહી હતી, તે દરમિયાન તેમના ધ્યાને આવ્યું હતું કે આ આરોપીઓ પાસે કરોડો રૂપિયાની મિલકત પણ છે. જે તેમણે આ ડ્રગ્સનો વેપાર કરીને ખરીદી છે. જેના કારણે હવે ગુજરાત ATSએ NDPS 68 (F) એક્ટ હેઠળ આ આરોપીઓની મિલકત ફ્રીઝ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.
ડ્રગ્સ કેસમાં પકડાયેલા આરોપી રાકેશ ઉર્ફે રાકો મકાણી, વિજય વસોયા, પિયુષ પટેલ, મહેશ ઉર્ફે ધોરાજીએ ગેરકાયદેસર મેફડ્રોન ડ્ર્ગ્સ રાખી યુવાનોને નશાના રવાડે ચડાવી કરોડો રૂપિયાની ગેરકાયદેસર રીતે કમાણી કરી હતી અને તે જ કમાણીથી મિલકતો વસાવી હતી. આ મામલામાં ATSએ કુલ 3,13,22,000 રૂપિયાની મિલકતો જપ્ત કરી છે. આરોપીઓ કોઈ પણ પ્રકારના આર્થિક વ્યવહારો ન કરી શકે તેના માટે પણ ગુજરાત ATS દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને NDPS એક્ટ હેઠળ ફ્રીઝ કરવામાં આવેલી મિલકતોની જાણકારી ઉપરી અધિકારીઓને મોકલી આપવામાં આવી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








