Saturday, May 23, 2026
HomeGujaratRajkotગુજરાત પ્રવાસ પહેલા ધિરેન્દ્ર શાસ્ત્રી વિવાદમાં, રાજકોટમાં એક યુવતીએ બાબા પર કર્યા...

ગુજરાત પ્રવાસ પહેલા ધિરેન્દ્ર શાસ્ત્રી વિવાદમાં, રાજકોટમાં એક યુવતીએ બાબા પર કર્યા આક્ષેપો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: બાગેશ્વર બાબા (Bageshwar Baba)તરીકે જાણીતા ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shastri) આગામી 1 અને 2 જૂનના રોજ રાજકોટ આવવાના છે. તે ગુજરાત આવે તે પહેલા જ રાજકોટમાં (Rajkot) અને ગુજરાતમાં વિવાદોની હારમાળા સર્જાઈ ગઈ છે. સામાજિક કાર્યકર્તાઓ, વિજ્ઞાન જતાં અને સ્થાનિક લોકો દ્વારા ધિરેન્દ્ર શાસ્ત્રીને પડકાર આપવામાં આવ્યો છે. રાજકોટના એક યુવતીએ તો ધિરેન્દ્ર શાસ્ત્રી સામે આક્ષેપો કરતાં કહ્યું છે કે, ધિરેન્દ્ર શાસ્ત્રીના કારણે મારા ભાઈની બીમારી વધી ગઈ છે.

આ અંગે બાગેશ્વર ધામમાં (Bageshwar Dham) કડવો અનુભવ કરનારી યુવતીએ જણાવ્યું હતું કે, “મારો ભાઈ જન્મથી વિકલાંગ છે. તેને ખેંચની બીમારી હોવાથી સારવાર માટે માતા ભાઈને બાગેશ્વર ધામ લઈ ગયા હતા. જ્યા ચાર દિવસ રહ્યા બાદ બાગેશ્વર ધામમાં નંબર આવ્યો હતો. જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રી બાબાએ મારા ભાઈના માથે હાથ ફેરવી હવે કાયમ માટે આચંકી નહીં આવે તેવું જણાવ્યું હતું. ત્યાર બાદ બાબાએ મારા ભાઈની હોસ્પિટલમાંથી ચાલી રહેલી દવાઓ પણ બંધ કરવા જણાવ્યું હતું. ત્યાર બાદ પરિવાર રાજકોટ પરત ફર્યો હતો અને બીજા જ દિવસે ફરી મારા ભાઈને ખેંચ આવતા તેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. હાલ 13 દિવસથી તેની સારવાર ચાલી રહી છે અને વેન્ટિલેટર પર સિરિયસ છે.”

- Advertisement -

બીજી તરફ બાગેશ્વર ધામના બાબાને લઈ પરિવારના દીકરી અને પિતા સામ-સામે જોવા મળી રહ્યા છે. જે યુવતીએ ધિરેન્દ્ર શાસ્ત્રી ઉપર આક્ષેપો કર્યા છે તેના પિતાએ જણાવ્યું હતું કે, “મારી દીકરી બાગેશ્વર ધામ બાબા પર ખોટા આક્ષેપો કરી રહી છે. બાબા સાચા છે મારી દીકરી ખોટી છે.” જેના જવાબમાં યુવતીએ કહ્યું કે, “પિતાને શ્રદ્ઘા છે એટલે તે નહીં જ માને. જો દવા બંધ કરી ન હોત તો આજે મારા ભાઈની આ સ્થિતિ ન હોત. બાબા અહીં આવીને મારા ભાઈને સજા કરી જાય તો હું પોતે બાબાને માનીશ. જોકે અત્યાર સુધી નથી માનતી, પણ મારા પિતા માને છે.”

TAG: dhirendra shastri gujarat visit, Bageshwar Dham Controversy

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular