Saturday, May 23, 2026
HomeGujaratપાટણમાં પાણીની પાઈપ માંથી મળ્યો મૃતદેહ! કેવી રીતે મળ્યો મૃતદેહ જાણીને ચોંકી...

પાટણમાં પાણીની પાઈપ માંથી મળ્યો મૃતદેહ! કેવી રીતે મળ્યો મૃતદેહ જાણીને ચોંકી જશો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. પાટણ: પાટણ (Patan) જિલ્લાના સિદ્ધપુરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પાણીની લાઈન રિપેરિંગ કરવા માટે ખોદકામ કરવામાં આવતા મૃતદેહ (Human remains found) મળી આવ્યો હતો. આ ઘટનાને પગલે થોડીવાર માટે સૌ કોઈ સ્તબ્ધ બની ગયા હતા. ઘટનાની જાણ સિદ્ધપુર પોલીસને (Siddhpur police) કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

Human remains found in Patan water pipe line
પાટણમાં પાણીની પાઈપ માંથી મળ્યો મૃતદેહ

મળતી વિગતો અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી સિદ્ધપુરના (Siddhpur) ઉપલી શેરી વિસ્તારમાં પાણીની સમસ્યા હતી. જેના પગલે રહિશો દ્વારા નગરપાલિકાને રજૂઆતો કરવામાં આવી રહી હતી. આ ફોલ્ટ રિપેરિંગ માટે નગરપાલિકાએ ટીમ મોકલી ખોદકામ કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ આ ફોલ્ટ રિપેર કરવા મથી રહેલી ટીમે પાઈપલાઈન બંધ થવાનું કારણ શોધ્યું તો સામે આવ્યું કે લાઈનમાં અજાણી યુવતીનો મૃતદેહ ફસાયો છે. આમ હાજર કર્મચારીઓ પણ સ્તબ્ધ રહી ગયા હતા કે મૃતદેહ અહિં કેવી રીતે આવ્યો હશે!

- Advertisement -

ખોદકામ કરી રહેલા કર્મચારીઓ અને આસપાસના રહિશો દ્વારા આ મામલે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ મામલે સિદ્ધપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા માહિતી મળી હતી કે, હાલ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે છે અને મામલાની તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. હાલ પોલીસે મૃતદેહની ઓળખ માટે ગુમ થયાની નોંધ તપાસવાનું અને મૃતદેહને એફ.એસ.એલ. માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે.

મહત્વની વાત છે કે સ્થાનિક રહીશો દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી પાણીમાં વાસ આવતી હોવાની રાવ કરવામાં આવી હતી. ત્યારબાદ તારીખ 11-12ના રોજ પાણીનો પ્રવાહ અચાનક જ બંધ થઈ ગયો હતો. જેના પગલે સ્થાનિકો અને નગરપાલિકાને લાઈન ચોકઅપ થયાની શંકા દ્રઢ થઈ હતી. પરંતુ આ લાઈન ચોકઅપના રિપેરિંગ માટે જ્યારે ખોદકામ કરવામાં આવ્યું ત્યારે અંદર કંઈક ફસાયેલું હોય તેવું કામદારોને જણાયું હતું. જ્યારે તેમણે આ ફસાયેલી વસ્તુ બહાર કાઢી તો મૃતદેહ નિકળતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

હાલ તો સમગ્ર મામલે હાલ પોલીસે તપાસ શરૂ કરી મૃતદેહની ઓળખ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે. જોવું રહ્યું કે પોલીસ તપાસમાં કેવા ખુલાસા સામે આવે છે.

- Advertisement -

TAG: Patan Latest news Today

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular