Saturday, May 23, 2026
HomeGeneralક્રાઇમ સિરિયલ જોઈ લૂંટની ઘટનાને આપ્યો અંજામ, 52 લાખની કરી લૂંટના આરોપી...

ક્રાઇમ સિરિયલ જોઈ લૂંટની ઘટનાને આપ્યો અંજામ, 52 લાખની કરી લૂંટના આરોપી ઝડપાયા

- Advertisement -

તોફીક ઘાંચી (નવજીવન ન્યૂઝ, કડી ): મહેસાણા (Mehsana) છેલ્લા કેટલાક સમયથી ક્રાઈમ હબ બનવા તરફ હોય તેમ જણાય છે. ત્યારે તાજેતરમાં જ કડીમાં એક મોટી લૂંટની ઘટનાને (Kadi Loot Case) જાહેરમાં અંજામ આપવામાં આવતા નગરજનોમાં ફફડાટ જોવા મળ્યો હતો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડતા સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો અને લૂંટના (Robbery) 5 આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા.

ગતરોજ મહેસાણા જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગીએ (Mehsana SP Achal Tyagi) પત્રકાર પરિષદ યોજી ગત 11 મેના રોજ થયેલી લૂંટની ઘટનાના આરોપી ઝડપી લીધાની માહિતી આપી હતી. જેમાં તેમણે રૂપિયા 52 લાખની લૂંટની ઘટનાને અંજામ આપનાર 5 આરોપી ઝડપી લીધાની માહિતી આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે, 19 થી 22 વર્ષ વચ્ચેની ઉંમના આરોપીઓએ ટી.વી.માં આવતી ક્રાઇમ પેટ્રોલ અને સી.આઈ.ડી જેવી સિરિયલ જોઈ લૂંટ કરવાનો વિચાર કર્યો હતો. આરોપીઓએ ઘટનાને અંજામ આપવા નાની કડી ખાતે આવેલી નાગરિક સહકારી બેંકની બહાર એક સપ્તાહ સુધી રેકી કરી હતી અને, કોણ કોણ એકલા અવાર નવાર બેંકમાં રોકડ લેવા કે જમા કરવા જાય છે તેની માહિતી મેળવી હતી. બાદમાં તેમણે લૂંટ માટેનો અનૂકુળ સમય કયો રહેશે તેનો પ્લાન કર્યો હતો.

- Advertisement -

ત્યાગીના જણાવ્યા અનુસાર લૂંટારાઓ ઘટનાને અંજામ આપ્યા બાદ પોતે પોલીસનાં હાથે ન પકડાઈ જાય તે માટે સ્વીફ્ટ ગાડી અને મોટર સાઇકલની નંબર પ્લેટ કાઢીને લૂંટ કરવા પહોંચ્યા હતા. પરંતુ પોલીસે આસપાસના સી.સી.ટી.વી. ફૂટેજ મેળવી તપાસ કરતા માહિતી મેળવતા આરોપી સુધી પહોંચવાની કડી મળી હતી. આરોપીની માહિતી મળતા જ મહેસાણા LCBએ આરોપીને ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપીની પુછપરછ કરતા રાજપુર ગામ ખાતે ઘઉંના ડુરમાં રૂપિયા છુપાવ્યાની માહિતી ખુલતા પોલીસે સ્થળ પર જઈ રૂપિયા 33 લાખની રોકડ કબ્જે કરી હતી.

પકડાયેલા આરોપી

ડાભી રાહુલસિંહ ઉર્ફે સની લાલુજી(રહે. રાજપુર )
ડાભી રાહુલસિંહ ભરત સિંહ (રાજપુર )
ડાભી નરેન્દ્રસિંહ (રાજપુર )
ચૌહાણ નરેન્દ્રસિંહ ઉર્ફે અશ્વિન (રહે. નાની કડી )
ડાભી કુલદીપસિંહ ઉર્ફે બબુ (રાજપુર )

TAG: Kadi News, Robbery Incident in Kadi, Mehsana News

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular