નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ બહુચર્ચિત બિલ્ડર આશિષ શાહ (Builder Ashish Shah) અને તેમના પત્ની બિનીતા શાહ (Wife Binita Shah) દ્વારા બાલાજી અગોરા મોલ (Balaji Agora Mall)ના બોગસ દસ્તાવેજો રજૂ કરીને એલ.આઇ.સી. હાઉસીંગમાંથી 402 કરોડ રૂપિયાની લોન લીધી હોવાના ખુલાસો અમદાવાદના સામાજિક કાર્યકર તેજસ પટેલ (Social worker Tejas Patel) દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે ગઈકાલે અમદાવાદમાં તેજસ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. તેજસ પટેલનો આરોપ છે કે હુમલાખોરે બાલાજીના વિરૂદ્ધમાં અરજીઓ કરે છે કહી તેના પગ ભાંગી નાખ્યા હતા.
બાલાજી અગોરા મોલ અંગે આક્ષેપો કરનારા તેજસ પટેલ પર ગઈકાલે અમદાવાદમાં જાહેરમાં હુમલો કરવામાં આવ્યો છે. તેજસ પટેલે નોંધાવેલી પોલીસ ફરિયાદ અનુસાર, ગત 9 તારીખે સાંજના સમયે તેઓ ન્યુ સી.જી. રોડ ખાતેથી તેમના ઘર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ઘર નજીક બે અજાણ્યા વ્યક્તિએ તેમની કારને ટક્કર મારી હતી. કારને ટક્કર વાગતા તેજસ પટેલ કારમાંથી નીચે ઊતર્યા હતા.
અકસ્માત સર્જાનારા એક વ્યક્તિએ તેજસના હાથ પકડી લીધા હતા અને બીજા વ્યક્તિએ લોખંડની પાઈપ વડે તેજસ પર હુમલો કરી દીધો હતો. ત્યારબાદ હાથ પકડીને રાખનાર પણ એકટીવામાંથી લોખંડની પાઈપ લઈને પગના ભાગે હુમલો કર્યો હતા. આ દરમિયાન હુમલાખોરે કહ્યું કે, આશિષભાઈ તો મરી ગયા છે એટલે તું મન ફાવે તેવી તેમ તેમના વિરૂદ્ધમાં અને બાલાજીના વિરૂદ્ધમાં અરજીઓ કરે છે.
જો તું હવે બિનિતાબેનના વિરૂદ્ધમાં કોઈ પણ કેસ કરીશ અને દિલ્હીવાળા ગોગિયાની અરજીના આરોપીએ વિરૂદ્ધમાં કોઈ પણ કાર્યવાહી થશે તો હાલ તો તારા ટાંટીયા ભાંગ્યા છે જો આગળ વધ્યો તો તને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી એક્ટીવા ચાલક ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત તેજસ બેભાન અવસ્થામાં રોડ પર પડ્યો હતો ત્યારે કોઈકે 108ને જાણ કરીને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હાલ સમગ્ર મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








