નવજીવન ન્યૂઝ. કચ્છઃ Anjar Temple Row : ભારત દેશ ભલે વિશ્વગુર તરફ આગળ વધી રહ્યો હોય તેમ છતાં હજી પણ કેટલાક લોકોની માનસિકતાનો વિકાસ થયો નથી. ભારત દેશ આઝાદ થયોને વર્ષો થઈ ગયા તેમ છતાં ગુજરાતમાં કેટલાક મંદિરોમાં દલિતોને પ્રવેશ આપવામાં ન આવતો હોવાના અનેક કિસ્સા અગાઉ પ્રકાસમાં આવ્યા છે. ત્યારે વધુ એક બનાવ કચ્છ (Kutch) જિલ્લામાં સામે આવ્યો છે. જ્યાં દલિત યુવક (Dalit Youth) અંજાર મંદિરમાં (Anjar Temple) દર્શન કરવા જતાં તેને લાત મારીને મંદિરમાંથી બહાર કાઢીને જાતિવાચક અપશબ્દ બોલીને હડધુત કરીને કાઢી મુક્યો હતો. સમગ્ર મામલે પોલીસ (Kutch Police) ફરિયાદ નોંધવામાં આવી છે.
દલીત યુવક જીતેન્દ્ર દાફડાએ કરેલી પોલીસ ફરિયાદ અનુસાર, તેમણે કચ્છના અંજારમાં રહે છે અને છુટક મજુરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 3 તારીખના રોજ ગામના શંકર ભગવાનના મંદિર પાસે ગામની ગાયોના ચારા બાબતે ગામના લોકો અને આગેવાનો એકત્રિત થયાં હતા. આ દરમિયાન જીતેન્દ્રભાઈ શંકર ભગવાનના મંદિરમાં દર્શન કરીને ચારાની ચર્ચા ચાલી રહ્યા હતા ત્યાં પહોંચ્યા હતા.
આ દરમિયાન ગામના રામજી ડાંગર, રાઘા રબારી અને શામજી ઉર્ફે પપુ આહિર ત્રણેયે જીતેન્દ્ર પાસે આવીને બધાની વચ્ચે આવીને કહ્યું હતું કે, તું (જાતિવાચક અપશબ્દ) છો આ મંદિરે દર્શન ના થાય, હવે આખૂં મંદિર ધોવું પડશે, આ (જાતિવાચક અપશબ્દ)ની હિંમત બહુ વધી ગઈ છે આને બહાર કાઢો કહીને બે હાથ પકડી મંદિરમાંથી બહાર કાઢી મુક્યો હતો. આ દરમિયાન રામજી ડાંગર જોડાનો હાર લઈ આવેલા અને જીતેન્દ્રને જોડાનો હાર પહેરાવાનું કહ્યું હતું.
ઉપરાંત પ્રભુ રબારીએ જીતેન્દ્રને પાછળના ભાગે લાતો મારી હતી. સાથે જ રાધા રબારીએ જીતેન્દ્રને રામજીના બુટ ચાટ તો જ તને છોડીશું નહીં તો જાનથી મારી નાખીશું, તેવી ધમકી આપી હતી અને જીતેન્દ્રને મારતા-મારતા મંદિરના ગેટની બહાર લઈ આવ્યા હતા. સમગ્ર મામલે જીતેન્દ્ર દાફડા તેમના સાથે બનેલા બનાવ અંગે પોલીસ ફરિયાદ કરવા જઈ રહ્યા હતા, ત્યારે રામજી ડાંગર અને રાઘા રબારીએ કહ્યું હતું કે, અમારા પર કેસ કરીશ નહીં, જો કરીશ તો તને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. હાલ સમગ્ર મામલે અંજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જીતેન્દ્રની પોલીસ ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








