Wednesday, July 8, 2026
HomeGujaratAhmedabadતલાટીની પરીક્ષાને લઈ ઉમેદવારો માટે કેટલીક અગત્યની બાબતો

તલાટીની પરીક્ષાને લઈ ઉમેદવારો માટે કેટલીક અગત્યની બાબતો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: GPSSB Talati Exam 2023: ગુજરાતમાં 7મે રવિવારના રોજ તલાટીની પરીક્ષા (Talati Exam) યોજાવવાની છે, ત્યારે આ પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય અને પેપર લીક જેવી ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ કરી લેવામાં આવી છે. તલાટીની 3437 જગ્યા માટે 8 લાખથી વધુ ઉમેદવારો આવતીકાલે પરીક્ષા આપવાના છે, ત્યારે ઇન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલની (IPS Hasmukh Patel) આગેવાનીમાં જેમ જુનિયર ક્લાર્કની પરીક્ષા કોઈ ગેરરીતિ વગર પૂર્ણ થઈ તેમ તલાટીની પરીક્ષા પણ કોઈ ગેરરીતિ વગર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તેવા પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે.

પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓ માટે જાણવા જેવી અગત્યની બાબતો

આવતીકાલે યોજવનારી તલાટીની પરિક્ષાને લઈને ઇન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે વિદ્યાર્થીઓને કેટલીક અગત્યની સૂચનાઓ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, “ઉમેદવારોએ 11:55 સુધી વર્ગખંડમાં પહોંચી જવું પડશે અને 1:50 સુધી વિદ્યાર્થીઓને વર્ગખડની બહાર નિકવા દેવામાં નહીં આવે. વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં કોઈ પણ ઈલેક્ટ્રોનિક વસ્તુ લઈ જવા દેવામાં નથી આવે, ઘડિયાળ પણ સદી કાંટાવાળી પહેરીને જ ઉમેદવાર લઈ જય શકશે. જે વિદ્યાર્થીઓ પોતાનું વાહન લઈને પરીક્ષા કેન્દ્ર સુધી આવે છે તેમણે પણ બેગ લઈને આવે કારણ કે ચાવી વર્ગખંડમાં નહીં લઈ જય શકાય. બેગ વર્ગખંડની બહાર મૂકવાનું રહેશે, જેની સુરક્ષા માટે દરેક વર્ગખંડની બહાર એક પોલીસ કર્મચારી તૈનાત કરવામાં આવશે. વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની હલકી ન પડે તે 87558804212 અને 8758804717 આ બંને રાજ્યકક્ષાના હેલ્પલાઇન નંબર પર વિદ્યાર્થીઓએ સંપર્ક કરી શકે છે.”

- Advertisement -

પરીક્ષા કેન્દ્રમાં કેવી રહેશે વ્યવસ્થા

તલાટીની પરીક્ષાને લઈ તમામ પરીક્ષા કેન્દ્ર પર પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ કેટલાક પરીક્ષા કેનદો પર હજાર રહેશે. તમામ કેન્દ્રોને CCTVથી સજ્જ કરવામાં આવ્યા છે અને તમામ વિદ્યાર્થીઓની વીડિયોગ્રાફી કરવામાં આવશે અને પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓના ફિંગરપ્રિન્ટ પણ લેવામાં આવશે. જો કોઈ પણ પ્રકારની ગેરરીતિ ધ્યાને આવે તો 100 પર કોલ કરીને જાણ કરવા જણાવવામાં આવ્યું છે.

નવા કાયદા મુજબ થશે કાર્યવાહી

નવા કાયદા મુજબ સ્પાર્ધત્મક પરીક્ષામાં ગેરરિતી અચારનારા ઉમેદવાર સામે 3 વર્ષની સજાની જોગવાઈ છે અને 1 લાખ રૂપિયાનો દંડ છે. જો કોઈ ઉમેદવાર પરીક્ષા કેન્દ્ર પર અવરોધ ઊભો કરે કે પરીક્ષા સ્ટાફ સાથે ગેરવર્તણૂક કરી અડચણ ઉભી કરશે તો 3 વર્ષની સજાપાત્ર ગુનો બનશે અને 1 લાખનો દંડ ચૂકવવો પડશે. જો કોઈ કાવતરૂ કરીને ગુનો કરે તે તેને 5 વર્ષની સજા અને 10 લાખનાથી માંડી 1 કરોડ રૂપિયાની દંડની જોગવાઈ છે. તેમજ સંગઠિત બનીને ગુનો કરશે તો 7થી 10 વર્ષની સજા અને 1 કરોડ સુધી દંડની જોગવાઈ છે.

TAG: GPSSB Talati Exam 2023, Talati Exam, Talati Exam News

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular