Friday, June 5, 2026
HomeGujaratSuratસુરતની યુવતીના મોર્ફ કરેલા ફોટા વાયરલ કરવાની ધમકી આપી પૈસા પડાવનારી ટોળકી...

સુરતની યુવતીના મોર્ફ કરેલા ફોટા વાયરલ કરવાની ધમકી આપી પૈસા પડાવનારી ટોળકી બિહારથી ઝડપાઈ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: Surat Crime News: આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાના જેટલા ફાયદા છે તેટલા જ તેના નુકશાન પણ છે. કેટલાક અસામાજિક તત્વો સોશિયલ મીડિયા દ્વારા યુવતીઓના ફોટા મેળવે છે અને બાદમાં આ ફોટા મોર્ફ કરીને યુવતીઓ સામે શારીરિક અથવા તો પૈસાની માગણી કરીને યુવતીઓને પરેશાન કરે છે. આવો જ એક કિસ્સો સુરતમાં (Surat) સામે આવ્યો હતો, જેમાં કેટલાક લોકોએ એક યુવતીના ફોટા મોર્ફ (Girl morphed photos)કર્યા હતા અને યુવતીને બ્લેકમેઈલ (Blackmail) કરતાં હતા, બાદમાં આ યુવતીએ કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી. આ કેસની તપાસમાં સુરત પોલીસે (Surat Police) ગણતરીના દિવસોમાં જ 3 વ્યક્તિઓની બિહારથી ધરપકડ કરી લીધી છે.

પ્રાથમિક માહિતી મુજબ, સુરતમાં એક કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતી અને PHDનો અભ્યાસ કરતી એક 25 વર્ષીય યુવતીના મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી એક મેસેજ આવ્યો હતો જેમાં એક એપ્લીકેશન હતી. આ એપ્લીકેશન યુવતીએ પોતાના મોબાઇલમાં ઈન્સ્ટોલ કરી અને બાદમાં જુદી જુદી પરમીશન પણ આ એપ્લીકેશનને આપી દીધી હતી. વિવિધ પરમમિશનો મેળવ્યા બાદ આ અસામાજિક તત્વોએ યુવતીના ઇનસ્ટાગ્રામમાંથી તેના ફોટા લઈ લીધા અને થોડા દિવસ બાદ યુવતીના વોટ્સએપ પર આ ફોટાને મોર્ફ કરીને મોકલ્યા હતા અને ધમકી આપી હતી કે જો યુવતી પૈસા નહીં આપે તો તેઓ આ ફોટા યુવતીના પરિવારજનોને મોકલશે અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશે.

- Advertisement -

બદનામીના ડરે યુવતીએ આ સાયબર ગઠિયાઓને 47 હજાર રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરી આપ્યા હતા, પરંતુ ત્યાર બાદ પણ આ અસામાજિક તત્વોએ યુવતી પાસે પૈસાની માગણી કરવાનું ચાલુ રાખ્યું હતું, યુવતીએ ફરી વાર બદનામીના ડરે બીજા 71 હજાર રૂપિયા આ સાયબર ગઠિયાઓને ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. ત્યાર બાદ પણ આ સાયબર ગઠિયાઓએ યુવતીને બ્લેકમેઈલ કરવાનું ચાલુ રખહયું હતું, જેનાથી કંટાળીને યુવતીએ 16 માર્ચે ટ્રેન આગળ પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી હતી. પરંતુ આત્મહત્યા કરતાં પહેલા આ યુવતીએ આ સમગ્ર વાત પોતાની નાની બહેનને કરી હતી. જે યુવતીએ આત્મહત્યા કર્યા બાદ યુવતીની નાની બહેને પોલીસને જણાવી હતી.

આરોપીઓની ધરપકડ બાદ સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, “આ યુવતીની આત્મહત્યા બાદ યુવતીની નાની બહેને જે માહિતી પોલીસને આપી તે દિશામાં પોલીસ તપાસ કરી રહી હતી, ત્યારે આ આરોપીઓ પાકિસ્તાનનાં કોડવાળું સીમ વાપરતા હોવાનું સામે આવ્યું હતું. પરંતુ તેમના IP એડ્રેસ ટ્રેસ કરતાં તેમનું લોકેશન બિહારમાં મળ્યું હતું. આ માહિતીના આધારે સુરત પોલીસની એક ટીમ બિહારના કેવલી ખાતે મોકલવામાં આવી હતી. આ એક નકસલી વિસ્તાર હોવાથી પોલીસે ત્રણ દિવસ સુધી વેશ બદલીને આરોપીઓની રેકી કરી હતી અને બાદમાં આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.”

હાલ સુરત પોલીસ દ્વારા આ ત્રણ આરોપીઓ અભિષેક સિંઘ, રોશન સિંઘ અને સૌરભ રાજની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હઠધરી છે. પોલીસ તપાસમાં આ ત્રણેય આરોપીઓએ કબૂલ્યું હતું કે, તેઓ વૈભવી જીવન જીવવા અને લોનના હપ્તા ભરવા માટે યુવતીઓના ફોટા મોર્ફ કરીને આવી રીતે બ્લેકમેઈલ કરતાં હતા.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular