Friday, June 5, 2026
HomeGujaratSuratતમારી પુત્રવધૂમાં કુળદેવીનો પ્રકોપ છે! પાંખડી ધુતારા લાખો રૂપિયા ખંખેર્યા

તમારી પુત્રવધૂમાં કુળદેવીનો પ્રકોપ છે! પાંખડી ધુતારા લાખો રૂપિયા ખંખેર્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: Surat News: 21મી સદીના આધુનિક જમાનામાં જ્યારે આપણે વિશ્વગુરુ બનાવાની વાત કરતા હોય ત્યારે હજુ પણ અંધશ્રદ્ઘાના વમળમાં લોકો ફસાયેલા જોવા મળી રહ્યા છે. અવારનવાર પાખંડી ધૂતરાઓ છેંતરપિંડીની ઘટનાઓ આચરી રહ્યા છે. છતાં અમુક લોકોની આંખ નથી ખુલી રહી. ત્યારે વધુ એક અંધશ્રધ્ધાનો આંખ ઉઘાડતો કિસ્સો સુરતના જહાગીરપુરામાંથી સામે આવ્યો છે. જ્યાં પાખંડી ધૂતારાએ તમારી પુત્રવુધ પર કુળદેવીનો પ્રકોપ હોવાની કહી આધેડ મહિલા પાસેથી વિધિના (Tantrik Vidhi) નામે રોકડ સહિત સોના ચાંદીના દાગીના મળી કુલ 5 લાખથી વધુની છેતરપિંડી (Fraud) આચરી હતી. જે અંગે આધેડને છેતરાયા હોવાનો અહેસાસ થતા તેમણે જહાંગીરપુરા પોલીસ સ્ટેશન (Surat Police) ખાતે સમ્રગ ઘટનાને અંગે ફરિયાદ નોંધાવી છે.

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા 49 વર્ષીય આધેડ મહિલા સવારના સુમારે દૂધ લેવા માટે નજીકની ડેરી પાસે ગયા હતા તે દરમિયાન ક્રેટામાં આવેલા બે શખ્સો આધેડ મહિલાને અટકાવી એડ્રેસ પૂછ્યું હતું. ત્યારબાદ પાણી આપવાના બહાને આધેડના ઘરે સુધી આવી ગયા હતા. જોકે વાતવાતમાં એક વ્યકિત પોતાની ઓળખ જયોતિષી તરીકે આપી હતી. જયારે આધેડની વહુ ચા લઈને આવી ત્યારે જયોતિષી તરીકેની ઓળખ આપનાર ધૂતરાએ હાથની હથેળી જોઈ લગ્ન તારીખ સહિત જુદી-જુદી વાતો કહી વિશ્વાસ કેળવ્યો હતો. જોકે પહેલા ચમત્કાર સમજી આધેડ મહિલાએ ધૂતરા પર વિશ્વાસ કરી લીધો હતો. જે બાદ પાંખડીઓએ શિકાર બનાવાની શરૂઆત કરી હતી.

- Advertisement -

પાંખડી ધૂતરાએ પહેલા તમારી પૂત્રવધુ પર કુળદેવીનો પ્રકોપ છે. જે માટે તમને યજ્ઞ અને ધજા ચઢાવવી પડશે તો જ ઘરમાં સુખ શાંતિ જાળવાઈ રહેશે, જો તમે તેમ નહીં કરો તો માતા નારાજ થઈ જશે. તે માટે તમને વિધિ કરવાનું કહી મંત્ર જાપ અને ધજાના ચડાવાના નામે 47 હજાર રૂપિયાનો ડ્રેસ અને 1100 રૂપિયા દક્ષિણાના નામે લીધા હતા.

ત્યાર બાદ ધૂતારાઓ અંબાજી ખાતે ધજા ચડાવાની છે તેવો વીડિયો કોલ કર્યા બાદ ફરી ફોન ફરી કહ્યું કે તમારા ઘરમાં અશુદ્ધી છે. તે માટે દાગીના શુદ્ઘ કરવા પડશે તેવું કહી ટુક્ડે-ટુકડે દાગીના મંગાવી લીધા જેની કિંમત રૂપિયા 2 લાખ જેટલી થાય છે. ત્યારબાદ આટલેથી નહીં અટકતા વિધિ કરવાની હોવાનું કહી રૂપિયા 3 લાખ જેટલી રોકડ રકમ સહિત કુલ 5 લાખ રૂપિયા સેરવી લીધા હતા. જોકે દાગીના સહિત રૂપિયા રકમ ન આપતા આધેડ મહિલાને છેંતરપિંડી થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું જે અંગે તેણે અજાણ્યા ધૂતારાઓ સામે જહાંગીરપુરા પોલીસ સ્ટેશન ખાતે છેંતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ વડોદરા ખાતે યુવતીને ધંધામાં પ્રગતિ થશે તેવું કહી ધૂતરાએ વિધિના નામે દુષ્કર્મ આચાર્યુ હતું. ત્યાર બાદ રાજકોટના ન્યારામાંથી પણ પાખંડી ધૂતરાની છેંતરપિંડીની ઘટના સામે આવી હતી. જેમાં મહિલાના ગર્ભમાં અવિકસિત ભ્રુણ હોવાનું ડોકટરે રિપોર્ટ કરી જણાવ્યા છતાં ધૂતારાનો સહારો લેતા દંપતિ લૂંટાયું હતું અને ખોડખાપણવાળા બાળકને જન્મ આપ્યો હતો.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular