Wednesday, July 8, 2026
HomeGeneralબોટાદઃ એક જ ખાડામાં પરિવારના બે બાઈક ખાબકતા એકનું મોત, કંન્સ્ટ્રક્શન કંપની...

બોટાદઃ એક જ ખાડામાં પરિવારના બે બાઈક ખાબકતા એકનું મોત, કંન્સ્ટ્રક્શન કંપની વિરૂધ્ધ ગુનો દાખલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. બોટાદઃ Botad News: રાજ્યમાં રસ્તા પર ખોદવામાં આવતા ખાડાઓના કારણે અવાર-નવાર અકસ્માત થતા હોય છે. ત્યારે વધુ એક અકસ્માત બોટાદમાં (Accident in Botad) સામે આવ્યો છે. રાણપરનો એક વ્યક્તિ રાતના અંધારામાં રસ્તા પર ખોદેલા ખાડામાં (Youth fell into pit) ખાબક્યો હતો. કાકાના અકસ્મતાની જાણ તેમના ભત્રીજાને થતા તેઓ પણ અકસ્માતના સ્થળ પર જવા માટે નિકળ્યા હતા. પરંતુ કાકાને શોધી રહેલા ભત્રીજાનું બાઈક પણ આ જ ખાડામાં જઈ ખાબક્યું હતું. આ ઘટનામાં એક ભત્રીજાનું મોત નિપજ્યું છે. અકસ્માત સમયે કેબીનેટ મંત્રી કુવરજી બાવળી પસાર થતાં ભીડને જોઈને તેઓ પણ થોભી ગયા હતા. સાથે જ આ બનાવને લઈને રાણપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટરનો ઉધળો લીધો હતો. આખરે ખાડા ખોદીને બેદરકારી રાખવા બદલ રાણપુર પોલીસે (Botad Police) ખાડો કરનારી કોન્ટ્રાક્ટ કંપની સામે ગુનો દાખલ કર્યો હતો.

botad accident
botad accident

પ્રાપ્ત વિગત અનુસાર, બોટાદના ધંધુકા રોડ પર બરાનીયા ગામ પાસે રોડ પર પાઈપ લાઈન નાખવાનું કામ ચાલતું હોવાના કારણે રસ્તા પર ખાડા ખોદવામાં આવ્યા હતા. આ ખાડાના કારણે અકસ્માત થવાની સંભાવના હોવાના હોવા છતાં તેની આસપાસ આસ-પાસ કોઈ પણ પ્રકારના ચિન્હ કે બોર્ડ રાખવામાં આવ્યા ન હતા. જેના કારણે ગઈકાલ રાત્રે અંધારામાં વિક્રમ નામનો વ્યક્તિ બાઈક લઈને પસાર થતા ખાડામાં ખાબક્યો હતો.

- Advertisement -

વિક્રમ ખાડામાં ખાબક્તા ઈજાગ્રસ્ત થયો હતો. જેથી વિક્રમને 108 મારફતે સારવાર માટે ધંધુકાની હોસ્પિટલ લઈ ગયા હતા. જેની જાણ પરિવાર થતાં તેમના બે ભત્રીજા સંજય અને રમેશ પણ હોસ્પિટલ જવા માટે બાઈક લઈને નિકળ્યા હતા. આ દરમિયાન કાકા જે ખાડામાં ખાબક્યા હતા તે જ ખાડામાં ભત્રીજાઓનું બાઈક પણ ખાબક્યું હતું. સંજય અને રમેશ ખાડામાં ખાબકતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ખાડામાં ખાબકતા સંજયને કમરના ભાગે ઈજા થઈ હતી. જ્યારે રમેશને માથાના ભાગે ઈજાઓ પહોંચતા સ્થળ પર જ મોત નિપજ્યું હતું. એક જ ખાડમાં પરિવારના ત્રણ લોકો ખાબકતા પરિવારજનોએ ખાડો કરનારી પથ કંટ્રક્શન સામે ગુનો દાખલ કરાવ્યો હતો.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular