Tuesday, May 26, 2026
HomeGujaratGandhinagarધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર, ગત વર્ષ કરતાં 6.44% ઓછું પરિણામ

ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર, ગત વર્ષ કરતાં 6.44% ઓછું પરિણામ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: GSEB 12th Science Result Live Updates: ગુજરાત ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ બોર્ડની ધોરણ 12ની પરીક્ષા માર્ચ-2023નું પરિણામ આજે સવારે 9 વાગ્યે જાહેર કરવામાં આવ્યું છે. પરિણામ જાહેર થતાં જ ‘કહીં ખૂશી, કહીં ગમ’ જેવો માહોલ વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો છે. આ વર્ષના પરિણામની વાત કરવામાં આવે તો કુલ 66% પરિણામ જાહેર થયું છે. એ ગ્રુપનું 72.27 % અને બી ગ્રુપનું 61.71 % પરિણામ આવ્યું છે. ગત વર્ષ ધોરણ 12 સાયન્સનું પરિણામ 72 % આવ્યું હતું. જે આ વર્ષે ઘટીને 66% થયું છે. જેથી કહી શકાય કે આ વર્ષે ધોરણ 12 સાયન્સ પ્રવાહનું પરિણામ 6 % ઓછું આવ્યું છે.

ગુજરાતના ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થતાં આતુરતાનો આજે અંત આવ્યો છે. ગુજરાતમાં આ વર્ષે ધોરણ 12 સાયન્સમાં સીરામીક સીટી તરીકે ઓળખાતા મોરબી જિલ્લાએ બાજી મારી છે. રાજ્યમાં સૌથી વધુ પરિણામ મોરબી જિલ્લાનું 83.22% સાથે પ્રથમ ક્રમે છે. જ્યારે બીજા ક્રમે ભાવનગર જિલ્લામાં 82.51% પરિણામ જાહેર થયું છે. રાજકોટ જિલ્લામાં 82.51%, જામનગર જિલ્લામાં 77.57%, સુરેન્દ્ર નગર જિલ્લામાં 79.21%, બોટાદમાં 74.49%, કચ્છ જિલ્લામાં 70.88% પરિણામ જાહેર થયું છે.

- Advertisement -

સૌથી વધુ 90.41% સાખે હળવદ કેન્દ્ર પ્રથમ નંબર છે. જ્યારે સૌથી ઓછું પરિણામ 22% ધરાવતું કેન્દ્ર લીમખેડાનું છે. રાજ્યમાં સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લામાં દાહોદ 22% સાથે છેલ્લા ક્રમે છે. નર્મદા જિલ્લામાં 36.99%, તાપી જિલ્લામાં 43.22%, મહિસાગર જિલ્લામાં 45.39%, વલસાડ જિલ્લામાં 46.92% અને અરવલ્લી જિલ્લામાં 56.81% પરિણામ જાહેર થયું છે. આ વર્ષે કેમિસ્ટ્રી અને ફિઝિક્સન પેપર અઘરૂ હોવાના કારણે વિદ્યાર્થીઓના ધાર્યા કરતા ઓછુ પરિણામ જાહેર થયું છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular