નવજીવન ન્યૂઝ. અમદાવાદ: AAP vs BJP Twitter War: ગુજરાતમાં ગતરોજ સોમવારના દિવસે 63માં સ્થાપના દિવસની (Gujarat Foundation Day) ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. તે વચ્ચે સ્થાપના દિવસ નિમિત્તે પણ આમ આદમી પાર્ટી (AAP) અને ભાજપના (BJP) નેતાઓ વચ્ચે ટ્વીટર વોર (Twitter War) જોવા મળ્યું હતું. ગુજરાતમાં ચૂંટણી સમયે તમામ રાજકીય પક્ષોના નેતાઓએ એકબીજા પર ભાષણો દરમિયાન ટિપ્પણીઓ કરી ગરિમાની હદ વટાવી દીધી હતી, જેમાં રાષ્ટ્રીય સ્તરેથી લઈ રાજ્ય સ્તર સુધી નેતાઓએ પોતાના વાણીવિલાસમાં કોઈ શરમ સંકોચ રાખ્યો ન હતો. જોકે હવે ચૂંટણી નથી છતાં પણ નેતાઓ વચ્ચે શાબ્દિક પ્રહારો યથાવત જોવા મળી રહ્યા છે. ફરી એકવાર આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) ગુજરાતના સ્થાપના દિવસને લઈ ટ્વીટ કરી રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા હતા. બીજી તરફ તેના જવાબમાં કેન્દ્રીય રાજ્ય રેલ મંત્રી દર્શનાબેન જરદોશે (Darshana Jardosh)પણ વળતો પ્રહાર કરતા રાજકારણ ગરમાયું છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરતા ગુજરાતની જનતાને સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી હતી. ત્યાર બાદ આડકતરી રીતે ગુજરાત સરકાર પર પ્રહાર કરતા ગુજરાતની જનતાને કહ્યું હતું કે, “આવો આપણે સૌ મળીને ગુજરાતને ભ્રષ્ટ્રાચાર મુકત ગુજરાત બનાવવા માટે કામ કરીએ.” કેજરીવાલના ટ્વીટ બાદ તુંરત કેન્દ્રીય રાજ્ય રેલ્વે મંત્રી દર્શનાબેન જરદોશે વળતો પ્રહાર કર્યો હતો.
બીજી તરફ દર્શનાબેન જરદોશે ટ્વીટ કરતાં કહ્યું હતું કે, “ગુજરાતના સ્થાપના દિવસની આપને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ કેજરીવાલજી!” ત્યાર બાદ કટાક્ષ કરતા કહ્યું કે, “ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીની 128 બેઠકો ડિપોઝિટ જપ્ત કરીને પહેલાથી ભ્રષ્ટાચાર મુક્ત કરી નાખ્યું છે અને 8 લાખ પડદાઓ ધોવડાવતા રહેજો, ગંદા ન થઈ જાય.” દર્શનાબેનના આ વળતાં પ્રહાર બાદ રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








