નવજીવન ન્યૂઝ. દમણ: Daman News: ગુજરાતની નજીક આવેલા સંધ પ્રદેશ દમણમાં (Daman) એક કંપનીમાં ગત રાત્રે આગ લાગવાનો બનાવ (Fire breaks out) સામે આવ્યો હતો. કંપનીના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ઈલેક્ટ્રિક પેનેલમાં આગ લાગી હતી. જોતજોતામાં આ આગ એટલી વિકરાળ બની કે ત્રણ માળ સુઘી પહોંચી ગઈ હતી. કંપનીમાં આગ લાગી તે દરમિયાન તેમા મજૂરો પણ હાજર હતા. જેથી આગથી બચવા માટે મજૂરોએ ત્રીજા માળેથી છલાંગ લગાવી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર, સંધ પ્રદેશ દમણમાં અતિયાવાડ પાસે આવેલી રાવલસિયા નામની કંપની થર્મોકોલ અને યાર્ન બનાવાનું કામ કરે છે. આ કંપનીમાં ગઈકાલ રાત્રીના સમયે અગમ્ય કારણોસર ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ઈલેક્ટ્રિક પેનલમાં આગ લાગી હતી. થોડી જ ક્ષણોમાં આગ એટલી વિકરાળ બની કે આખી કંપનીમાં આગ લાગી ગઈ. કંપનીમાં આગ લાગતા કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. આગના બનાવની જાણ કંપનીના સંચાલકો અને મેનેજરને કરવામાં આવતા તાત્કાલિક તમામ કામદારોને સુરક્ષિત બહાર આવી જવા માટે સુચના આપવામાં આવી હતી, સાથે જ મેનેજરે આગની જાણ ફાયર વિભાગમાં કરી હતી.
કંપનીમાં આગ લાગવાની જાણકારી મળતા જ દમણની તમામ ફાયર ફાઈટરની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી. આગને ધ્યાનમાં રાખીને વાપી અને ઉમરગામ સહિના વિસ્તારની ફાયર વિભાગની ટીમોની પણ મદદ લેવામાં આવી હતી. કંપનીમાં રો-મટિરિયલ અને યાર્નનો જથ્થો વધુ હોવાના કારણે આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગને ભારે મુશ્કેલી પડી હતી. આગને કાબુમાં લેવા માટે દમણ અને વલસાડ જિલ્લાની 12 ફાયર ફાયટરની ટીમ કામે લાગી હતી. કંપનીમાં આગ લાગતા જીવ બચાવવા માટે ત્રીજા માળેથી 5 કામદારો કૂદી ગયા હતા. જેમાંથી બે કામદારોને ગંભીર ઈજાઓ થઈ છે. કામદારો ઈજાગ્રસ્ત થતાં 108 મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જોકે કંપનીમાં આગ લાગવાનું કારણ હજી સુધી સામે આવ્યું નથી. FSLની ટીમની મદદ લઈને આગનું કારણ સામે આવી શકે છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








