નવજીવન ન્યુઝ. અમદાવાદ: Ahmedabad Fraud Case: અમદાવાદનાં નવરંગપૂરા પોલીસ (Navrangpura Police) સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ છે એ મુજબ એક વ્યક્તિએ કેટલાક લોકો પાસેથી ઔડાની આવાસ યોજનામાં (auda awas yojana) ઘર અપવવાના બહાને 100-100 રૂપિયા ઉઘરાવતો (money extorted) હતો. અમદાવાદમાં (Ahmedabad) ઘણી જગ્યાએ ઘરવિહોણા લોકો સરકારી આવાસમાં ઘર મળી રહે તે માટે પ્રયત્નો કરતાં હોય છે, તેનો ફાયદો ઉઠાવીને આવા ગઠિયાઓ સામાન્ય માણસો જોડે છેતરપિંડી (Fraud) કરતાં હોય છે. હાલ નવરંગપૂરા પોલીસ દ્વારા આ કેસમાં તપાસ કરી રહી છે અને આરોપીને નિવેદન આપવા માટે પણ પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો હોય તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના આશ્રમ રોડ પર આવેલા શનવેસ્ટ બેંક કોમ્પ્લેક્સમાં આરોપી આકાશસિંહ પરમાર નવનિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટના નામે ગરીબ લોકો પાસેથી ઔડામાં મકાન અપાવાના બહાના હેઠળ વ્યક્તિ દીઠ 100 રૂપિયાની રકમ રજીસ્ટ્રેશન ફી પેટે ઉઘરાવતા હતા. જેના અનુસંધાને તેની સામે ખોટી રીતે પૈસા ઉઘરાવીને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.
શું છે મામલો ?
શિવદળ સંગઠન માં RTI મહામંત્રી મૃણાલિની પટેલે નોંધાવેલી ફરિયાદ અનુસાર નવનિર્માણ ટ્રસ્ટમાં ઔડાની આવાસ યોજનામાં ગરીબ માણસો પાસેથી સર્વે કરી ઔડાના નામે મકાન મળશે તેવું કહીને 100 રૂપિયા ઉઘરાવવામાં આવતા હતા. મૃણાલિની પટેલને જાણકારી મળી હતી કે તેમના સંગઠન સાથે જોડાયેલા દિપક સાથે પણ આવી જ રીતે છેતરપિંડી થઈ છે. જેથી આ વાતની ખરાઈ કરવા મૃણાલિની પટેલે આરોપી સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે, ઘણા લોકો પાસે આવા ફોર્મ ભરાવવામાં આવ્યા છે. પરંતુ સર્વે ફોર્મ બતાવ્યા ન હતા. દરમિયાન બીજા બોભણીયા વિજાબેન, પરમાર ઉમિયા અને બારૈયા જ્યોતિ સહિત ત્રણ લોકો સાથે પણ આરોપી દ્વારા તેની ઓફિસના માણસોને વાડજ મોકલી તેમને ઔડાનું મકાન મળશે તેમ જણાવી સર્વેના નામે 100 રૂપિયાની રકમ લઈ ફોર્મ ભરવ્યા હતા, પણ આજ સુધી મકાન આપવામાં આવ્યું નથી. જેથી નવરંગપૂરા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








