નવજીવન ન્યૂઝ. ઉત્તર પ્રદેશ: CM Yogi Death Threat News: અતીક અહેમદની હત્યા (Atiq Ahmed Murder) બાદ ઉત્તરપ્રદેશના રાજકારણમાં (UP Politics) ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. તે વચ્ચે ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથને (Yogi Adityanath) જાનથી મારી નાખવાની ધમકી મળતા હડકંપ મચી જવા પામ્યો છે. જેને લઈ UP ATS સહિત જુદી-જુદી સુરક્ષા એજન્સીઓ સર્તક બની છે. ત્યારે UP પોલીસે ધમકીભર્યા મેસેજ મોકલનાર શખ્સની ઓળખ કરી લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ શખ્સનું નામ રિહાન છે જેણે 112 નંબર પર ‘હું યોગી આદિત્યાનાથને જલદી મારી નાખીશ’ તવો ધમકી ભર્યો મેસેજ મોકલ્યો હતો.
યોગી આદિત્યાનાથને જાનથી મારી નાખવાની ધમકી આપનાર અજાણ્યા શખ્સ સામે 23 એપ્રિલના રોજ લખનઉના સુશાંત ગોલ્ડ સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો. જેમાં લખનઉ પોલીસે જણાવ્યુ હતું કે, આરોપીએ ઉત્તર પ્રદેશ સરકારના ઈમરજન્સી સેવા નંબર 112 પર કોલ કરી ધમકી આપી હતી. જેમાં તેણે મુખ્યમંત્રીની હત્યા કરી નાખવાની વાત કરી હતી. આ મામલે તપાસ કરી પોલીસે આરોપીને શોધી કાઢ્યો છે.
હાલ પોલીસને મળેલી ઓળખ મુજબ આરોપીનું નામ મોહંમ્મદ રિહાન હોવાનું સામે આવ્યું છે. કેટલાક અહેવાલો પરથી માલૂમ પડે છે કે આરોપીના વોટ્સએપ ડી.પી.માં ઉર્દુ લખાણ વાળો ફોટો છે. હાલ યુ.પી. પોલીસ મોબાઈલ ટ્રેસિંગ અને ટેકનીકલ સર્વેલન્સની મદદથી આરોપીના નામ સુધી પહોંચી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ બાગપતના એક યુવાને યોગી આદિત્યનાથને ગોળી મારી હત્યા કરવાની ધમકી આપી હતી. આ ઘમકી બાદ હરકતમાં આવેલી યુ.પી. પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપી યુવાનની ધરપકડ કરી લીધી હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








