Monday, May 25, 2026
HomeGujaratBhavnagarયુવરાજસિંહનો સાળો પોલીસ સામે સરેન્ડર થયો, કહ્યું તોડકાંડ રાજકીય ષડયંત્ર

યુવરાજસિંહનો સાળો પોલીસ સામે સરેન્ડર થયો, કહ્યું તોડકાંડ રાજકીય ષડયંત્ર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભાવનગરઃ Bhavnagar Dummy Scam : યુવરાજસિંહ જાડેજાએ (Yuvrajsinh Jadeja) સરકારી પરીક્ષામાં ગેરરીતી કરનારાઓનો ડમીકાંડ (Dummy Kand) ઉજાગર કર્યો હતો. પરંતુ પોલીસે તપાસ કરતા ડમીકાંડમાં તોડકાંડ (Todkand) પણ થયું હોવાનું સામે આવ્યું હતું. ડમીકાંડનો પર્દાફાશ કરનારા યુવરાજસિંહ જાડેજા ખુદ તોડકાંડ મામલે હાલ પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ પર છે. સાથે જ ભાગનગર પોલીસ (Bhavnagar Police) દ્વારા તપાસનો દોર શરૂ કરવામાં આવતા ડમીકાંડ અને તોડકાંડમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે આજે યુવરાજસિંહનો સાળો શિવુભા પોલીસ સમક્ષ સરેન્ડર (Shivubha Surrender) થયો છે.

ભાવનગર પોલીસે તોડકાંડ મામલે યુવરાજસિંહ સહિત તેમના પરિવારજનોની પણ સંડોવણી પોલીસ તપાસમાં સામે આવતા તેમના સામે કાર્યવાહી શરૂ કરી છે. આ મામલે યુવરાજસિંહના સાળા કાનભા ગોહિલની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. કાનભા ગોહિલે પોલીસ તપાસમાં વટાળા વેરી દેતા તોડકાંડના રૂપિયા તેના મિત્રને ત્યાં મુક્યા હોવાનું જળાવતા પોલીસે ગઈકાલે રૂપિયા 38 લાખ રિકવર કર્યા હતા.

- Advertisement -

ત્યારે આજે યુવરાજસિંહના બીજા સાળા શિવુભા પણ ભાવનગર પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું છે. શિવુભાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, આરોપીઓને મળેલા છીએ પુરાવા લેવા માટે પણ પૈસાની લેતીદેતી નથી થઈ, કાનભા પાસેથી જે રૂપિયા મળ્યા છે તે રાજકીય સેટઅપ યુવરાજસિંહને ફસાવવા માટેનું છે. યુવરાજસિંહે કે કોઈ પૈસા લેવાનું કહ્યું નથી આ રાજકીય ષડયંત્ર છે, પૈસા સેટઅપ કરવા ચણા-મમરા જેવી વાત છે, યુવરાજસિંહને ચુપ કરાવવા માટેનું આ કાવતરું છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular