નવજીવન ન્યૂઝ.અમદાવાદ: Ahmedabad Crime News: અમદાવાદના વાડજ વિસ્તારમાંથી કિન્નર પર છરી વડે જીવલેણ હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના ત્યારે બની જ્યારે વાડજ પોલીસે (Vadaj Police) લૂંટના કેસમાં આરોપીઓની ઓળખ માટે કિન્નરને બોલાવ્યા હતા. દરમિયાન પોલીસ સ્ટેશનમાં આવેલા ફરિયાદી કિન્નર પર આરોપી માથાભારે કિન્નરે (Kinner) જીવલેણ હુમલો Attack) કરી દીધો હતો. સુરક્ષીત માનવામાં આવતા પોલીસ સ્ટેશનમાં જ આરોપી આ પ્રકારે ફરિયાદી પર છરીના ઘા ઝીંકી હુમલો કરે તે પણ ચોંકાવનારી બાબત છે. આ ઘટનાને પગલે પોલીસ સ્ટેશનમાં પણ નાસભાગનો માહોલ જોવા મળ્યો હતો.
મળતી વિગતો મુજબ ગતરોજ રાત્રિના સમયે વાડજ પોલીસ સ્ટેશનમાં આરોપીએ ફરિયાદી પર છરી વડે હુમલો કર્યાની ઘટના નોંધાઈ છે. ઈન્વેસ્ટીગેશન રૂમમાં પોલીસ દ્વારા લૂંટ ચલાવવાના આરોપની તપાસ ચાલી રહી હતી. જેમાં આરોપી કિન્નરોની પુછપરછ અને ઓળખ કરવામાં આવી રહી હતી. દરમિયાન માથાભારે કિન્નર કામીનીદે કે જે લૂંટની આરોપી છે તેણે છરી વડે બીજા કિન્નર કે જે ઓળખ કરવા માટે આવ્યા હતા તેના પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં દામીની નામના કિન્નરના હાથ અને હોઠના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચી હતી. જેના કારણે થોડીવાર માટે પોલીસ સ્ટેશનમાં પણ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. બાદમાં ઘાયલ કિન્નર દામીનીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
મહત્વની વાત છે કે હુમલો કરનાર આરોપી કિન્નર કામીની માથાભારેની છાપ ધરાવે છે. તેમજ કામીની અને તેનો સાગ્રિત સંજય બાબુ વ્યાસે સાથે મળી લૂંટની ઘટનાને અંજામ આપવાનો પણ પ્રયાસ કર્યો છે. ઉપરાંત કામીની દે અને સંજય બંને હત્યા કેસના આરોીપ પણ રહી ચૂક્યા છે. ત્યારે હવે ફરી વખત બંનેએ મળી કિન્નર પર લૂંટ ચલાવી હતી જે મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
આ અંગે કિન્નર સમાજના અગ્રીણ જણાવ્યું હતું કે કામીની દે હત્યાના કેસમાં 18મી તારીખે બહાર આવી હતી. બહાર આવ્યા પછી પોતાના સાગરિતો સાથે મળી બે વાર કિન્નર પર લૂંટ ચલાવી છે. જે અંગેની એક ફરિયાદ ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે અને એક ફરિયાદ સરદારનગર પોલીસ સ્ટેશનમાં થઈ છે. જ્યાં લૂંટના કેસમાં આરોપી કામીની દેને વાડજ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી હતી. જેની ખરાઈ માટે પોલીસે અન્ય કિન્નરને બોલાવ્યો હતો જ્યાં આ હુમલાની ઘટના બની હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








