Friday, May 1, 2026
HomeGeneral1 જ દિવસમાં ભેજાબાજ ગઠિયાઓની જાળમાં 10 અમદાવાદીઓ છેતરાયા

1 જ દિવસમાં ભેજાબાજ ગઠિયાઓની જાળમાં 10 અમદાવાદીઓ છેતરાયા

- Advertisement -

નવજીવન અમદાવાદ : અમદાવાદમાં એક જ દિવસમાં 10 લોકો ભેજાબાજ ગઠિયાઓનો શિકાર બન્યા છે. મહામારી બાદ લોકોએ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન તરફ આગળ વધ્યા છે. જેનો ફાયદો ઉપાડી ગઠિયાઓ અલગ અલગ લોભામણી લાલચો આપીને લોકો સાથે છેતરપિંડી કરતાં હોય છે.

સરખેજમાં યુવતીને જોબ આપવાની લાલચ આપી છેતરપિંડી કરી

- Advertisement -

સરખેજમાં હાઉસિંગ બોર્ડમાં રહેતા શિવાની બહેન પર ફોન આવ્યો હતો. સામે છેડેથી એમેઝોન કંપની માંથી વાત કરતો હોવાનું કહીને શિવાનીને પાર્ટટાઈમ નોકરી થકી વધુ પૈસા કમાવવાની લાલચ આપી હતી. ત્યાર બાદ અલગ-અલગ ટાસ્ક બેનિફિટના નામે પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા. શિવાનીએ 67 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કર્યા છતાં કોઈ લાભ ન મળતા સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.



સેટેલાઈટમાં યુવક લકી ડ્રોના નામે છેતરાયો

સેટેલાઈટમાં રહેતા હર્ષ પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. સામે છેડેથી એમેઝોન કંપનીમાંથી વાત કરતો હોવાનું કહીને હર્ષને લકી ડ્રોમાં ઈનામ લાગ્યું હોવાનું કહ્યું હતું. ત્યાર બાદ સામે છેડેથી ઈનામની લાલચ આપીને ઈનામ છોડાવવા માટે પૈસા ભરાવડાયા હતા. હર્ષએ 99 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કર્યા છતાં પણ કોઈ ઈનામ ન મળતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી

સરખેજનો યુવાન સસ્તા ફોનની લાઇમાં છેતરાયો

- Advertisement -

સરખેજમાં રહેતો દર્શન સોશિયલ મીડિયા થકી અશ્વિન નામના યુવકના સંપર્કમાં આવ્યો હતો. ત્યાર બાદ અશ્વિનએ સસ્તા ભાવમાં આઇફોન આપવાની લાલચ આપી હતી અને દર્શન જોડે 68 ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. જો કે દર્શનને સસ્તા ફોનની લાઇમાં રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો હતો.

સેટેલાઈટમાં પેઈંગ ગેસ્ટ આપવા મહિલા છેતરાઇ

સેટેલાઈટમાં રહેતા રક્ષાબહેનના મોબાઈલ પર ફોન આવ્યો હતો. અને સામે છેડેથી પેઈંગ ગેસ્ટ અંગેની વાતચીત કરીને પોતાની દીકરીને તેમણે ત્યાં પેઈંગ ગેસ્ટ તરીકે રાખવાની વાત કરી હતી. ત્યાર બાદ ઓનલાઈન પેમેન્ટ કવરનું કહીને રક્ષાબહેનને એક લિન્ક મોકલી હતી. રક્ષાબહેનએ કોડ સ્કેન કરતાં ખાતામાં પૈસા આવવાની જગ્યાએ 59 ઉપડી ગયા હતા. સમગ્ર બાબતે દક્ષાબહેનએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

- Advertisement -

KYCના નામે બે અમદાવાદીને લાખોનો ચૂનો લાગ્યો

એલિસબ્રિજ વિસ્તારમાં રહેતા 87 વર્ષીય સુવર્ણાબહેનને ફોન આવ્યો હતો અને સામે છેડેથી બેન્ક કર્મચારીની ઓળખ આપીને બેન્કનું KYC અપડેટ કરવાનું કહીને બેન્કની વિગતો મેળવીને ખાતા માંથી 8.89 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધા હતા. સમગ્ર બાબતે વૃદ્ધ મહિલાએ સાઇબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી.



બીજીબાજુ અમદાવાદમાં જશોદનગરમાં રહેતા યુવકને ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે તમારા બેન્ક એકાઉન્ટનું KYC અપડેટ કરવાનું છે અને નહીં કરો તો એકાઉન્ટ બંધ થઈ જશે. ત્યાર બાદ KYC અપડેટના બહાને ઓટીપી મેળવી હતો. ઓટીપી આપ્યા બાદ યુવકના ખાતામાંથી 1.26 લાખ ઉપાડી ગયા હતા. સમગ્ર બાબતે યુવકે જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

વાસણામાં લોન આપવાના બહાને છેતરપિંડી

વાસણામાં રહેતી હિનાબહેન પર ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે બેંકમાંથી તેમને 5 લાખ રૂપિયાની લોન મંજૂર થઈ ગઈ છે અને લોન પ્રોસેસ માટે 1.99 લાખ જમા કરવવાનું કહ્યું હતું. ત્યાર બાદ ફોન પર જણાવ્યા મુજબ 1.99 લાખ જમા કરવાવ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. પરંતુ કોઈ લોન મળી ન હતી.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular