નવજીવન ન્યૂઝ. નર્મદા: Narmada News: નર્મદા પરિક્રમા (narmada parikrama)કરવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યા છે. ત્યારે નર્મદા પરિક્રમા કરી પરત ફરી રહેલા પ્રવાસીઓને દુર્ઘટના (Accident) નડી હતી. નાવડીમાં બેસી નદી પાર કરી રહેલા પ્રવાસીઓની હોડી પલટી (Boat Capsized) જતા 6 પ્રવાસીઓ નદીમાં ખાબકી ગયા હતા. સદનસીબે આ દુર્ઘટના સમયે એસ.ડી.આર.એફ.ની (SDRF) ટીમ હાજર હોય નદીમાં પડેલા તમામ વ્યક્તિને બચાવી લેવાયા (Rescued) હતા અને જાનહાની ટળી હતી.
મળતી વિગતો અનુસાર હાલ નર્મદા પરિક્રમા ચાલી રહી હોય મોટી સંખ્યામાં પરિક્રમાર્થીઓ ઘટના સ્થળે પહોંચી રહ્યા છે. ત્યારે વહેલી તકે પરિક્રમાપૂર્ણ કરવાની હોડમાં પ્રવાસીઓ માછીમારીની નાવડીમાં સવાર થઈ નદી પાર પણ કરી રહ્યા છે. સમય બચાવવા માટે પ્રવાસીઓ વધુ પૈસા ચૂકવીને જોખમી રીતે માછીમારીની હોડીમાં સફર કરી રહ્યા છે જેનું આ પરિણામ છે. આવી જ રીતે માછીમારીની બોટમાં ક્ષમતા કરતા વધારે પ્રવાસીઓ બેસી નર્મદા નદી પાર કરી રહ્યા હતા દરમિયાન અધવચ્ચે જ હોડી પલટી ગઈ હતી. હોડી પલટી જતા હોડીમાં સવાર 6 પ્રવાસીઓ પાણીમાં ખાબક્યા હતા.
મોટી સંખ્યામાં પરિક્રમાર્થીઓ અને પ્રવાસીઓને ધ્યાને રાખી અગાઉથી જ ઈમરજન્સી સેવા માટે એસ.ડી.આર.એફ.ની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. આમ હાજર એસ.ડી.આર.એફ.ની ટીમે દુર્ઘટના સમયે તુરંત જ પાણીમાં કુદી જઈ ડુબી રહેલા તમામને બચાવી લીધા હતા. પરંતુ જો આ સમયે એસ.ડી.આર.એફ.ની ટુકડી ઘટના સ્થળે ન હોત તો શું થાત તેની કલ્પના પણ કંપારી ચઢાવે તેવી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








