Thursday, April 23, 2026
HomeGeneralપોલીસકર્મી ઓનલાઈન ગેમિંગની લતથી દેવામાં ફસાયો, જૂઓ શું કહ્યું વિડીયોમાં ગૃહરાજ્ય મંત્રીને

પોલીસકર્મી ઓનલાઈન ગેમિંગની લતથી દેવામાં ફસાયો, જૂઓ શું કહ્યું વિડીયોમાં ગૃહરાજ્ય મંત્રીને

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અરવલ્લીઃ Aravalli News: ઓનલાઈન ગેમિંગ (Online Gaming) હોય કે જુગાર (Online Gambling) હોય હંમેશા તે માણસને બરબાદ કરી નાખે છે. ટેકનોલોજીનો વ્યાપ વધતાં હવે ઓનલાઈન ગેમિંગનું ચલણ વધ્યું છે. ત્યારે કેટલાક લોકો વધુ પૈસા કમાવવાની લાલચે જુગાર કે ઓનલાઈન ગેમિંગના રવાડે ચઢતા હોય છે. આ દુષણ એવું છે કે ન માત્ર અભણ વ્યક્તિ પરંતુ ભણેલો-ગણેલો વ્યક્તિ પણ તેમા ગૂંચવાઈ જતો હોય છે. ત્યારે અરવલ્લી (Aravalli) જિલ્લામાં એક પોલીસકર્મીએ (Police Constable) ઓનલાઈન ગેમિંગની લતમાં લાખો રૂપિયા ગુમાવતા રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) પાસે મદદ માટે આજીજી કરી હતી, અને ઘર છોડી નિકળી ગયો હતો.

પ્રાપ્ત વિગત અનુસાર, અરવલ્લી જિલ્લાના મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં (Modasa Police) ફરજ બજાવતા કોન્સ્ટેબલ નવઘણ ભરવાડને ઓનલાઈન ગેમિંગની લત લાગી હતી. અગાઉ નવઘણ ઓનલાઈન ગેમિંગમાં 8 લાખ જેટલા રૂપિયા હારી ગયો હતો. 8 લાખ રૂપિયાનું દેવું થઈ જતા પરિવારજનોએ માંડ-માંડ દેવું ભરપાઈ કરી પોલીસકર્મીને દેવામાંથી બહાર કાઢ્યો હતો. તેમ છતાં પોલીસકર્મીને ઓનલાઈન ગેમિંગની લત છૂટી નહીં અને રમવાનું ચાલુ રાખ્યું હતું. જેના પરિણામે તે ફરી વખત કરજમાં આવી ગયો હતો.

- Advertisement -

ઓનલાઈન ગેમની લતે ચઢેલા પોલીસકર્મીએ ફરીથી 24 લાખનું દેવું કરી નાખ્યા બાદ . નવઘણને લાખો રૂપિયાનું દેવું થઈ જતાં એક વીડિયો બનાવીને પોતાનો મોબાઈલ ફોન બંધ કરી પરિવારને જાણ કર્યા વગર ઘર છોડીને જતો રહ્યો હતો. તેણે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને ઉદ્દેશીને વીડિયો વાયરલ કર્યો હતો અને પોતાને આ દેવામાંથી બહાર કાઢવા આજીજી કરી હતી. સમગ્ર ઘટનાની જાણ પરિવારજનો અને પોલીસને થતા પોલીસતંત્ર દોડતું થયું હતું. પોલીસકર્મી નવઘણ કોઈ અનિચ્છનીય પગલું ન ભરે તે માટે મોડાસા પોલીસે ટીમ બનાવીને નવઘણને શોધવા માટે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન નવઘણ સાબરકાંઠાના મજરા નજીકથી માનસિક અસ્વસ્થ હાલતમાં મળી આવ્યો હતો. મોડાસા પોલીસે નવઘણના પરિવારને સુપરત કરતા પરિવારે હાશકારો અનુભવ્યો હતો.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular