નવજીવન ન્યૂઝ.અમદાવાદ: Ahmedabad Ramol Robbery incident : અમદાવાદમાં ગુનોખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. પૂર્વ અમદાવાદમાં તો કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તેવું પુરવાર થઈ રહ્યું છે. ચોરી, લૂંટ, હત્યા, હત્યાના પ્રયાસ સહિતની ઘટનાઓ હવે સાવ સામાન્ય બનતી હોય તેવી રીતે ગુનેગારો બેફામ બન્યા છે. શહેરમાં ગુનેગારોને પોલીસ કે કાયદાનો કોઈ ડર જ રહ્યો ન હોય તેવી રીતે બે-લગામ થયાં છે. તાજેતરમાં નરોડામાં જવેલર્સની દુકાનમાં થયેલી લૂંટની ઘટના (Naroda Jewellers Loot Case) બની હતી. જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (Ahemdabad Crime Branch) લૂંટનો ભેદ ઉકેલી કાઢ્યો છે. તે ઘટનાના પડઘા હજુ શમ્યા નથી, ત્યારે વધુ એકવાર પૂર્વ અમદાવાદના (Ahmedabad) રામોલ (Ramol) વિસ્તારમાં ધોળા દિવસે હથિયારની અણીએ જવેલર્સની દુકાનમાં લૂંટના પ્રયાસની (Loot incident) ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં દુકાનદારે હિંમતભેર પ્રતિકાર આપી બૂમાબૂમ કરતા લૂંટારાઓ નાસી છૂટ્યાં હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના રામોલ ખાતે આવેલી જવેલર્સની દુકાનમાં 12 વાગ્યાના અરસામાં ત્રણ જેટલા બુકાનીધારી શખ્સોએ જવેર્લસની દુકાનને ટાર્ગેટ બનાવી હતી. વેપારી જ્યારે ગ્રાહકોને સોના ચાંદીના દાગીના બતાવી રહ્યો હતો. તે દરમિયાન ત્રણ જેટલાં શખ્સો મોઢે રૂમાલ અને હાથમાં પિસ્તોલ સાથે દુકાનમાં ધસી આવ્યા હતા. વેપારી અને ગ્રાહકને હથિયારની અણીએ ડરાવી લૂંટનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સોના ચાંદીના દાગીના હાથે ન લાગતા રૂપિયા એક લાખની માગણી કરી હતી. જો કે વેપારીએ જરાક પણ ડર્યા વગર લૂંટારાઓનો પ્રતિકાર કર્યો હતો અને બૂમાબૂમ કરતા લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. લોકોને જોઈ બુકાનીધારીઓ લૂંટનો પ્લાન માંડી વાળી નાસી છૂટ્યાં હતા. આ સમ્રગ લૂંટના પ્રયાસની ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ અંગે વેપારીએ રામોલ પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આસાપાસ લગાવેલા સીસીટીવીના આધારે તપાસ કરી લૂંટારાઓને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડાંક દિવસ અગાઉ અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી શિવકૃપા જેવલર્સની દુકાનને લૂંટારાઓએ ટાર્ગેટ બનાવી હતી. જ્યાં વેપારીએ લૂંટારાઓનો પ્રતિકાર કરવા જતા બુકાનીધારી શખ્સે બંદૂકનો ભાગ વેપારીના માથે મારી ઇજા પહોંચાડી હતી. જેમાં વેપારીના માથે 35 જેટલા ટાંકા આવ્યા હતા. તાજેતરમાં જ ક્રાઈમબ્રાન્ચે નરોડાની લૂંટનો ભેદ ઉકેલી એક લૂંટારાની ધરપકડ કરી 32 જેટલા કારતૂસ કબજે કર્યા હતા.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








