Friday, April 17, 2026
HomeGujaratSuratસુરતમાં ગટર સાફ કરવા ઉતારેલા વધુ એક કામદારનો ભોગ લેવાયો, બે ની...

સુરતમાં ગટર સાફ કરવા ઉતારેલા વધુ એક કામદારનો ભોગ લેવાયો, બે ની હાલત ગંભીર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: Surat Worker death: રાજ્યમાં ગટર સાફ કરવા માટે ગટરમાં ઉતારેલા કામદારોના મૃત્યુના કિસ્સામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. અવાર-નવાર આ પ્રકારની ઘટનાઓ બની રહી હોવા છતાં કોન્ટ્રાક્ટરો કે જે તે જવાબદાર વ્યકિતઓ ઘટનાથી બોધપાઠ લેતા નથી અને કામદારોને મોતના મુખમાં ધકેલી દેતા હોય છે. તે વચ્ચે સુરતમાં (Surat) કોમર્શિયલ બિલ્ડિંગની ગટર સાફ કરવા ઉતરેલા કામદારનું સફાઈ દરમિયાન મોત (Worker Death Clean Drains) નિપજ્યા હોવાની ઘટના બનતા સનસનાટી મચી જવા પામી છે. જ્યા બિલ્ડિંગની બેઝમેન્ટની પાર્કિંગમાં આવેલી મેન ગટરમાં સફાઇ કરવા ઉતરેલા 3 કામદારો ફસાયા હતા. જેમાં એક સફાઈ કામદારનું ગૂંગળામણથી મોત નિપજ્યું હતું. જયારે બે કામદારોને ફાયરબ્રિગેડ (Fire Brigade) દ્વારા હેમખેમ રીતે રેસ્ક્યૂ કરી બચાવી લેવાયા હતા. આ ઘટનાને પગલે સંચાલક કામદારના મોતના સમાચાર સાંભળી ફરાર થઈ ગયો હતો.

Surat Sanitation Worker Death
Surat Sanitation Worker Death

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી એક્સેલસ બિલ્ડીંગમાં બેઝમેન્ટ પાર્કિગની મેઈન ગટરમાં ત્રણ જેટલાં કામદારોને સફાઈ કરવા માટે ઉતાર્યા હતા. આમ તો સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર ગટરમાં ઉતારવાની સખત મનાઈ છે. છતા બિલ્ડિંગ સંચાલકે વધુ પૈસા આપવાની લાલચ આપી, કોઈપણ પ્રિકોશન અને સાધન સામ્રગી વગર કામદારોને ગટરમાં ઉતારી દીધા હતા. જોકે ગટરની સફાઈ દરમિયાન ત્રણેય મજૂરો ફસાઈ ગયા હતા અને બૂમાબૂમ કરવા લાગ્યા હતા. જ્યા એક કામદારનું ગટરમાં ગૂંગળામણથી મોત નિપજ્યુ હતું.

- Advertisement -

આ ઘટનાને પગલે સ્થાનિકોના ટોળેટાળાં ઉમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ ફાયરબ્રિગ્રેડના કરાતા ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ઓક્સિજન બાટલા સાથે ફાયર જવાનોને ગટરમાં ઉતાર્યા હતા. જ્યાં બે વ્યકિતોઓને ભારે જેહમત બાદ હેમખેમ રીતે બચાવી લેવાયા હતા. ગટરમાં ગૂંગળામણથી બંને કામદારો બેભાન થઈ ગયા હતા. એમ્બયુલેન્સ મારફતે તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. પરંતુ કમનસીબે આ ઘટનામાં એક કામદારનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતું. ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતાં પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સંચાલક સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે..

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular