Friday, May 1, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદઃ રિવરફ્રન્ટ રોડ પર મહિલા કાર ચાલકે બે વાહનને અડફેટે લેતા બાઈક...

અમદાવાદઃ રિવરફ્રન્ટ રોડ પર મહિલા કાર ચાલકે બે વાહનને અડફેટે લેતા બાઈક સળગ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad News: અમદાવાદમાં ગઈકાલ રાત્રે અકસ્માતનો (Accident) બનાવ સામે આવ્યો છે. શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીના રિવરફ્રન્ટ રોડ (Ahmedabad Riverfront Road) પર એક કાર ચાલકે 2 વાહનોને અડફેટમાં લીધા હતા. જોકે કારની ટક્કર બાદ એક બાઈક સળગી ઉઠ્યું હતું. જ્યારે કાર ડિવાયડરના થાંભલે જઈને ભટકાઈ હતી. રિવરફ્રન્ટમાં અકસ્માત થતાં રાહદારીઓના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની બની નથી.

Ahmedabad Riverfront Accident
Ahmedabad Riverfront Accident

પ્રાપ્ત વિગત અનુસાર, શહેરના પૂર્વ વિસ્તારના રિવરફ્રન્ટ પર દૂધેશ્વરથી દધીચિ બ્રિજ તરફ જતા રોડ પર પૂરપાટ ઝડપે કાર ચલાવતી મહિલાએ એક બાઈક સવાર દંપતીને અડફેટે લીધા હતા. કારની ટક્કર એટલી જબરજસ્ત હતી કે બાઈક 15 થી 20 ફુટ સુધી ઢસડાયું હતું. જ્યારે બાઈક પર સવાર દંપતી પણ ફંગોળાઈને દૂર પડ્યા હતા. આ દરમિયાન બાઈકમાં અચાનક આગ ફાટી નિકળી હતી. અકસ્માત થતાં રાહદારીઓએ ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. જ્યારે બાઈક સવાર દંપતી ઈજાગ્રસ્ત થતાં તેમને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

- Advertisement -

મહિલા કાર ચાલકે માત્ર બાઈક જ નહીં પરતું એક એક્ટિવાને પણ અડફેટે લીધું હતું. એક્ટિવા ચાલક પણ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થતાં બંનેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આમ રિવરફ્રન્ટ પર એક મહિલા કાર ચાલકે 2 વાહનોને અડફેટમાં લેતા 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મહિલા કારચાલકે બે વાહનોને અડફેટમાં લીધા બાદ સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવતા ગાડી ડિવાયડર પર રહેલા થાંભલામાં ભટકાઈને રોકાઈ ગઈ હતી. કાર રોકાતા જ કાર ચલાવતી મહિલા સ્થળ પરથી ભાગી ગઈ હતી. અકસ્માતમાં બાઈક સળગતા ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. અકસ્માત મામલે પોલીસે ગુનો દાખલ કરીને ફરાર થયેલી મહિલા કાર ચાલકને શોધવા તપાસ શરૂ કરી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular