નવજીવન ન્યૂઝ. ડાંગઃ Dang News: દક્ષિણ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનો (CR Patil) ગઢ ગણાય છે. પરંતું હાલ આ ગઢમાં ગાબડું પડી રહ્યું છે. ડાંગમાં (Dang) છેલ્લાં બે દિવસથી ભાજપમાં આતંરિક વિવાદ ચરણસીમાં પર પહોંચતા હોદ્દેદારોની નારાજગી સામે આવી છે. ગઈકાલે ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ પવારે રાજીનામું આપ્યા (BJP Leaders resignations) બાદ આહવા ભાજપ મંડળ પ્રમુખ સંજય ડી વ્યવહારે પણ સ્વૈચ્છિક રાજીનામું ધરી દીધુ હતું.
ડાંગમાં ભાજપના હોદ્દેદારોનો રાજીનામાનો સીલસીલો ગઈકાલથી શરૂ થતાં આજે પણ રાજીનામાનો દોર ચાલુ રહ્યો હતો. ગઈકાલે કુલ ત્રણ ભાજપના હોદ્દેદારોએ ભાજપને અલવિદા કર્યું હતું. ત્યારે આજે વધુ બે હોદ્દેદારોએ ભાજપને અલવિદા કર્યું છે. ગઈકાલે ભાજપના પ્રમુખ દશરથ પવારે સી.આર. પાટીલને રાજીનામું સોંપ્યુ હતું. દશરથ પવારે પોતાના લેટરહેડ પર પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને સંબોધીને એક પત્ર લખ્યો છે કે, “ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ પદેથી સ્વૈચ્છિક રાજીનામું આપું છું, જે સ્વીકારવા વિનંતી છે”. આ લેટરપેડની નીચે દશરથ પવારે સહી કરી હતી.
આ રાજીનામા બાદ આહવા ભાજપ મંડળ પ્રમુખ સંજય ડી વ્યવહારેએ રાજીનામુ ધર્યું હતું. ત્યારબાદ ભાજપના લઘુમતી મોરચાના મહામંત્રી આસીફ શાહે રાજીનામું ધરી દીધું છે. ત્યારે આજે અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ પ્રવિણ આહીરે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને રાજીનામું સોંપ્યું છે. પ્રમુખના રાજીનામાં બાદ ડાંગના અનુસૂચિત જાતિના મહામંત્રી બાળુ ગળવીએ પણ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને રાજીનામું સોંપ્યું હતું. છેલ્લાં બે દિવસમાં 5 હોદ્દેદારોના રાજીનામાં પડતાં ડાંગમાં હડકંપ મચી જવા પામી છે. છેલ્લાં કેટલાંક દિવસોથી ચૂંટાયેલી પાંખ અને ભાજપ સંગઠનમાં આંતરિક ખેંચતાણ હોવાના કારણે જિલ્લા પ્રમુખનું પહેલું રાજીનામું પડ્યું હોવાની ચર્ચા લોકમુખે થઈ રહી છે. જે રીતે એક બાદ એક રાજીનામા સામે આવી રહ્યાં છે, તે જોતા એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આગામી સમયમાં વધુ હોદ્દેદારો ભાજપને અલવિદા કરી શકે છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








