Saturday, May 23, 2026
HomeGujaratSuratસુરતમાં ભાજપના જ ધારાસભ્ય સફાઈના પ્રશ્રે તંત્ર પર લાલઘૂમ, કાનાણીએ અધિકારીઓનો લીધો...

સુરતમાં ભાજપના જ ધારાસભ્ય સફાઈના પ્રશ્રે તંત્ર પર લાલઘૂમ, કાનાણીએ અધિકારીઓનો લીધો ઉધડો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: Surat News: ખાડીનો પ્રશ્ન સુરતના તંત્ર (Surat) માટે દિવસેને દિવસે ગળામાં હાડકા સમાન બની રહ્યો છે. સરકાર સામે બેબાક પ્રશ્ન કરનારા ભાજપના જ ધારાસભ્ય કુમાર કાનાણી (BJP MLA Kumar Kanani) અનેક વખત ખાડી પ્રશ્રોને (Bay Problem) લઈ તંત્ર સામે રજૂઆત કરી ચુક્યા છે. તેમ છતાં સ્થિતિ ઠેરની ઠેર છે. જેના કારણે કુમાર કાનાણી ખાડી પ્રશ્નને લઈ આક્રમક બન્યા છે.

ગતરોજ સુરત મહાનગરપાલિકાની (Surat Municipal Corporation) ધારાસભ્ય, સાંસદની અને કોર્પોરેશનના અધિકારીઓની સંકલનની બેઠક મળી હતી. જેમાં તેમણે ખાડી પ્રશ્નને લઈ ઉગ્ર રજૂઆત કરી અધિકારીઓનો જાહેરમાં ઉધડો લીધો હતો. કુમાર કાનાણીએ બેઠકમાં બળાપો ઠાલવતા કહ્યું કે છેલ્લાં પાંચ વર્ષથી ખાડીની સફાઇ અંગે અનેક રજૂઆત કરવામાં આવી છે, છતાં કોઈ નક્કર કાર્યવાહી થતી નથી. જેમાં તેમણે આગામી દિવસોમાં ખાડીના પ્રશ્નો તાકીદે નિરાકરણ નહીં આવે તો અસરગ્રસ્ત લોકો સાથે રાખી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

- Advertisement -

સુરતમાં વર્ષોથી ખાડીની ગંદકીનો લોકો સામનો કરી રહ્યા છે. ગંદકી અને માથાફાટ દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સામાન્ય જનતા તો ઠીક ધારાસભ્યની રજૂઆત સામે પણ સુરત મનપાનું તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. લોકો ખાડીમાં ગંદકીના નિરાકરણ અંગે અધિકારીઓથી લઈ કમિશનર મેયર સુધી રજૂઆત કરી ચૂક્યા છે. તેમ છતાં પરિણામ શૂન્ય જોવા મળી રહ્યુ છે. લોકોએ આ બાબતે કંટાળીને થોડાક સમય આગાઉ મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર પણ પાઠવ્યું હતું. પરંતુ કોઈ નિકાલ ન આવતા રહીશોએ આ મામલે ધારાસભ્ય કુમાર કાનાણીનું ધ્યાન દોર્યું હતું.

ધારાસભ્ય કુમાર કાનાણીએ લોકોને કહ્યું કે “જો આ સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે તો તંત્ર સામે આંદોલન કરીશું. જે આંદોલનમાં હું જનતાના પ્રતિનિધિ તરીકે જોડાઈશ. સમસ્યાનું નિવારણ લાવવા જનઆંદોલન કરવુ પડશે તો પણ હું કરીશ” તેવી કુમાર કાનાણીએ તંત્ર સામે ચીમકી ઉચ્ચારી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતને સ્વચ્છતા બાબતે દેશમાં બીજો અને ગુજરાતમાં પ્રથમ ક્રમ મળ્યો છે. જે તમામ સુરતીઓ માટે ગૌરવની વાત છે. જેમાં સુરત મનપા શ્રેય લેતો હોય છે. પંરતુ ખાડીની ગંદકી સામે આવતા આ સન્માન ચાડી ખાય છે.

- Advertisement -

છેલ્લાં 5 વર્ષથી ખાડીની સફાઇને લઇ તંત્ર નિષ્ફળ નિવડ્યુ છે. તેને લઇ જાત જાતના પ્રશ્ન ઉઠી રહ્યા છે. શું અધિકારી અને પદાધિકારીઓમાં સંકલનનો અભાવ છે? કે પછી તંત્રની કામ કરવાની ઇચ્છાશક્તિનો અભાવ? મનપાનું તંત્ર ધારાસભ્યની રજૂઆતને પણ ઘોળીને પી ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયુ છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular