નવજીવન ન્યૂઝ. અમદાવાદ: સ્પોર્ટસ ન્યૂઝ (Sports News) : IPL સિઝન 16નો ભવ્ય પ્રારંભ થઈ ચૂક્યો છે. ગતરોજ ડેફિન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) સામે રોંમાચક જીત હાંસલ કરી જીતનું ખાતું ખોલાવ્યું છે. ગતરોજની જીતથી કરોડો ગુજરાત ટાઇટન્સના ફેન્સ ટીમના પ્રદર્શનને લઇ ખુશખુશાલ હતા તે વચ્ચે ગુજરાત ટાઇટન્સ અને તેમના ફેન્સ માટે એક માઠા સમાચાર મળી રહ્યા છે. ગુજરાત ટાઇટન્સના વિસ્ફોટક બેટ્સમેન અને ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનની (Kane Williamson) IPLમાંથી વિદાય થઇ ચૂકી છે. એટલે કે તે હવે આખી સિઝન મેચ નહીં રમી શકે.
ગુજરાત ટાઇટન્સની ટીમને કેન વિલિયમસનને લઇ મોટો ઝટકો લાગ્યો છે. આમ તો ગુજરાત ટાઇટન્સ બોલિંગમાં મજબૂત ટીમ માનવામાં આવે છે, પરંતુ બેટિંગ ક્ષેત્રે કેન વિલયમસનની એન્ટ્રીથી ટીમને વધુ મજબૂતી મળશે તેવુ અનુમાન લગાવાયુ હતું. જોકે સિઝનની પહેલી મેચમાં કેન વિલિયમસનને ઘૂંટણના ભાગે ઇજા પહોંચતા તે સિઝનથી બહાર થઇ ચુક્યો છે. આ સમાચાર મળતા ગુજરાત ટાઇટન્સના ફેન્સમાં નિરાશા વ્યાપી છે.
ઉલ્લેખનીય છે કે, કેન વિલિયમસનને ગુજરાત ટાઇટન્સની ટીમે 2 કરોડ રૂપિયાની માતબર રકમ ખર્ચી ટીમમાં સામેલ કર્યો હતો. તેમના આવવાથી ગુજરાત ટાઇટન્સની ટીમ બેંટિગ મામલે પણ એક મજબૂત ટીમ તરીકે ઉભરી આવી હતી પરંતુ ગતરોજ ફિલ્ડિંગ દરમિયાન ઘૂંટણના ભાગે ઇજા પહોંચતા તેઓએ IPLથી બહાર રહેવાનો નિર્ણય કર્યો છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








