Thursday, April 23, 2026
HomeGujaratRajkotનરાધમે અઢી વર્ષની બાળકીને ન છોડી! જેતપુરમાં મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો

નરાધમે અઢી વર્ષની બાળકીને ન છોડી! જેતપુરમાં મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. જેતપુર: Jetpur Crime News: રાજકોટ (Rajkot) જિલ્લાના જેતપુરના (Jetpur) સામાકાંઠા વિસ્તારના જનકલ્યાણી વિસ્તરામાંથી ગતરોજ સાંજે અઢી વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. કોથળામાં પેક કરેલો મૃતદેહ મળી આવતા જેતપુર ચકચાર મચી ગઈ હતી. ત્યારે આ મામલે પોલીસે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરતા એક સી.સી.ટી.વી. ફૂટેજ સામે આવ્યા હતા. જેમાં બાળકીને લઈ જતો એક શખ્સ નજરે પડી રહ્યો હતો. પોલીસે આ ફૂટેજના આધારે તપાસ હાથ ધરી આરોપી શખ્સને આજરોજ ઝડપી પાડ્યો છે.

ગતરોજ સાંજના 5 વાગ્યા આસપાસ રાજકોટ જિલ્લાના જેતપુરમાં જનકલ્યાણી વિસ્તારમાંથી એક બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. વસુંધરા પ્રિન્ટની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં કોથળીમાં બાંધી અઢી વર્ષની બાળકીના મૃતદેહને ફેંકી દેવાયો હતો. પોલીસે તાત્કાલીક આ મામલે તપાસ હાથ ધરી આરોપી સુધી પહોંચવા ચક્રોગતિમાન કર્યા હતા. સાથે જ બાળકીના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી દેવાયો હતો. દરમિયાન પોલીસને એક સી.સી.ટી.વી. ફૂટેજ હાથ લાગ્યા હતા જેમાં એક શખ્સ બાળકીને લઈ જતો હોય તેવું જણાતું હતું. જેના આધારે ગત રાત્રિના જ પોલીસે 6-7 પરપ્રાંતિય શ્રમિકોની અટકાયત કરી પુછપરછ હાથ ધરી હતી. એવામાં આજરોજ જેતપુર પોલીસ આરોપી સુધી પહોંચી જતા પુછપરછમાં આરોપીએ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.

- Advertisement -

જેતપુર પોલીસે ઝડપી પાડેલો જયેશ ચૌહાણ મૂળ બિહારના નાલંદા જિલ્લાના રઘુનાથપરાનો રહેવાસી છે. પોલીસે કરેલી પુછપરછમાં જયેશ ચૌહાણે કબૂલાત આપી હતી કે તે બાળકીને દુષ્કર્મ કરવાના ઈરાદાથી ઉઠાવી ગયો હતો. પરંતુ બાળકીએ બુમો પાડવા લાગતા તેને પકડાઈ જવાનો ડર લાગ્યો હતો. પોતે કરેલું કૃત્ય કોઈ સમક્ષ બાળકી વર્ણવે નહીં અને મામલો દબાય જાય માટે આરોપી જયેશ ચૌહાણે બાળીકને મોં પર મુંગો દઈ માથાના ભાગે પથ્થર મારી હત્યા નિપજાવી હતી. આરોપી જયેશની કબૂલાતના આધારે જેતપુર પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ તકે પીડિત પરિવારે અને ખાસ તો બાળકીની માતા સુનિલા યાદવે દિકરીના મોતનો જડપી ન્યાય મળે અને આરોપીને ફાંસી કરવામાં આવે તેવી માગણી કરી હતી. સાથે જ જેતપુરના રહિશો દ્વારા પણ છાસવારે રાજ્યમાં બનતી આવી ઘટનાઓ મામલે રાજ્ય સરકાર કડક કાર્યવાહી કરે તેવી માગણી કરી રહ્યા છે.+

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular