નવજીવન ન્યૂઝ. અમરેલીઃ Amreli News: રાજ્યમાં રખડતાં ઢોર બાદ રખડતાં શ્વાનનો આંતક (Stray dog terror) જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી રખડતાં શ્વાન રસ્તા પરથી પસાર થતાં વાહનો પાછળ દોડતા જોવા મળતા હતા. પરંતુ હવે ઘર આંગણે રમતા બાળકો પણ આ શ્વાનનો ભોગ બની રહ્યા છે. ત્યારે અમરેલીમાં (Amreli) પણ રખડતાં શ્વાનના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અહીં છેલ્લા 3 દિવસમાં 5 બાળકોને શ્વાને બચકાં ભરી (Stray Dog Attack on Child) લોહીલુહાણ કરી દેતા વાલીઓ ચિંતામાં મુકાયા છે.
અમરેલીના સમઢિયાળા ગામે છેલ્લા ત્રણ દિવસ દમિયાન રખડતાં શ્વાને 5 બાળકોને બચકાં ભર્યાં છે. શ્વાનના બચકાંથી ઈજાગ્રસ્ત થતાં ત્રણ બાળકોને અમરેલી ખાતે અને એક બાળકોને રાજકોટ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. શ્વાન બાળક પર ત્રાટકતા સમઢિયાળા ગામમાં ભયનો માહોલ છવાયો છે. જેના કારણે વાલીઓ બાળકોને બહાર રમવા મોકલતા પણ ડરી રહ્યા છે. સમઢિયાળાના ગ્રામજનોની માગ છે કે, તંત્ર દ્વારા તાત્કાલીક કાર્યવાહી કરી રખડતા શ્વાન પકડી લેવામાં આવે.
બીજીબાજુ સુરતમાં પણ રખડતા શ્વાનો આતંક સામે આવ્યો છે. જ્યાં શ્વાન કરડયાં બાદ 28 વર્ષના યુવાનનું મોત નિપજ્યું છે. એક જ મહિનામાં બે વાર યુવાનને બચકાં ભર્યા હતા. શ્વાને બચકાં ભર્યા બાદ યુવાન સતત બિમાર રહેતો હતો. યુવકને સારવાર માટે સ્મિમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જોકે યુવકનું સાચું કારણ પી.એમ. રિપોર્ટ બાદ બહાર આવી શકે છે. અગાઉ પણ સુરતના ભેસ્તાન વિસ્તારમાં પણ ઘર આંગણે રમી રહેલી 6 વર્ષના બાળકને રખડતાં શ્વાને 25 બચકાં ભરતા બાળકની ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








