નવજીવન ન્યૂઝ. બેંગ્લોર: Karnataka Banjara Community Stages Protest: કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી (Karnataka Assembly Election 2023) આડે હવે ગણતરીના દિવસોમાં બાકી રહ્યા છે. ત્યારે ચૂંટણીને ધ્યાને રાખી તમામ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. દરમિયાન કર્ણાટકમાં (Karnataka) વણઝારા સમાજનું (Banjara Community) ઉગ્ર વિરોધ પ્રદર્શન (Protest) સામે આવ્યું છે. જેમાં કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી વાય.એસ. યેદિયુરપ્પાના (Former CM Yediyurappa)ઘરને વણજારાના સમાજ લોકોએ નિશાનો બનાવ્યો હતો અને પથ્થામારો કર્યો હતો. દરમિયાન સ્થિતિ વણસતા પોલીસના ધાડેધાડા ઘટના પહોંચી ગયા હતા. ઘટના સ્થળે પહોંચેલા પોલીસ કાફલાએ હિંસક પ્રદર્શનકારીઓને વિખેરવા લાઠીઓનો વિંઝવી પડી હતી.

મહત્વની વાત છે કે આ દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કર્ણાટકમાં ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જેમાં ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી વાય. એસ. યેદિયુરપ્પાને મુખ્ય ચહેરો બતાવી ચૂંટણી લડાઇ રહી છે. નોંધનીય છે કે થોડાક સમય અગાઉ જ રાજકીય ઈનિંગમાંથી યેદિરુપ્પાએ નિવૃતિ જાહેર કરી હતી અને તેઓ આગામી ચૂંટણી નહી લડે તેવી જાહેરાત કરી હતી. ત્યારે હવે જોવું રહ્યું કે યેદિયુરપ્પાનો રાજકીય સન્યાસ ટકે છે કે કેમ?
શા માટે વણજારા થયા આકરા પાણીએ?
યેદિયુરપ્પા જયારે કર્ણાટકના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના કાર્યકાળ દરમિયાન SC, ST અને ઈન્ટરનલ અનામત મામલે વણજારા સમાજે વાંધો ઉઠાવ્યો હતો અને શિવમોગામાં આવેલા પૂર્વ મુખ્યમંત્રી વાય. એસ. યેદિયુરપ્પાના નિવાસસ્થાને દેખાવકારો ધસી આવ્યા હતા. જોતાજોતામાં આ વિરોધે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું જેમાં વાત પથ્થબાજી સુધી પહોંચી ગઈ હતી. દેખાવકારો દ્વારા પૂર્વ મુખ્યમંત્રીના નિવાસસ્થાને પથ્થરમારો કરવામાં આવતા અંધાધૂંધીનો માહોલ સર્જાયો હતો. વણસેલી પરિસ્થિતીને કાબૂમાં લેવા પોલીસ દળનો મોટો કાફલો ઘટના સ્થળ પર ઉતારવો પડ્યો હતો.
ઘટના સ્થળે પહોંચેલા પોલીસ દળના જવાનોએ સ્થિતી કાબૂમાં કરવા ભારે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ સમયે વણજારા સમાજના સુપ્રિમોએ કહ્યું હતું કે સદાશિવ ભલામણથી તેમના સમુદાયને નુકશાન થઈ શકે છે. જે ભલામણ રાજ્ય સરકારને કેન્દ્ર સરકારને મોકલી છે તે પરત ખેંચવામાં આવે તેવી અમારી માગણી છે. જો અમારી માગણી નહીં સ્વિકારવામાં આવે તો આગામી ચૂંટણીમાં ભાજપનો વિરોધ કરવાની કામગીરી કરવી પડશે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








