Thursday, June 25, 2026
HomeGujaratAhmedabadAAPના નેતાની અરજી મામલે જીતુ વાધાણીને હાઈકોર્ટનું તેડું

AAPના નેતાની અરજી મામલે જીતુ વાધાણીને હાઈકોર્ટનું તેડું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Gujarat HC summons Jitu Vaghani: ભાજપના નેતાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગત વિધાનસભાની ચૂંટણી (Assembly Polls) દરમિયાન ભાવનગર (Bhavnagar) બેઠક પર ભાજપના જીતુ વાઘાણી (Jitu Vaghani), કોંગ્રેસના ઉમેદવાર કિશોરસિંહ ગોહિલ અને આપના રાજુ સોલંકી (Raju Solanki) વચ્ચે રાજકીય જંગ જામ્યો હતો. આ બેઠક પર સતત ત્રીજી વખત ભાજપના જીતુ વાધાણીનો વિજય થયો હતો. પરંતુ ચૂંટણી દરમિયાન આપના ઉમેદવાર ભાજપને સમર્થન કરતા હોવાના પોસ્ટર વાયરલ થયા હતા. જે બાબતે રાજુ સોલંકી દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવાની માગણી સાથે હાઈકોર્ટના (High Court) દ્વારા ખખડાવ્યા હતા.

AAP Candidate Poster Viral
AAP Candidate Poster Viral

ગત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ભવ્ય જીત મેળવ્યા બાદ આજે ભાજપના નેતાને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભાવનગરના ભાજપના ધારાસભ્ય જીતુ વાધાણીને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું છે. ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન આપના ઉમેદવાર રાજુ સોંલકીના પોસ્ટર વાયરલ થયા હતા. જે બાદ રાજુ સોંલકી દ્વારા સમગ્ર બનાવને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જે મામલે હાઈકોર્ટમાં આજે કેસની સુનાવણી હાથ ધરવામાં આવતા જીતુ વાઘાણીને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું છે.

- Advertisement -

ચૂંટણી દરમિયાન વાયરલ થયેલા પોસ્ટરમાં લખ્યું હતું કે, જાહેર સમર્થન હું રાજુભાઈ સોલંકી મેં પશ્વિમ વિધાનસભા ઉમેદવારી કરી છે અને, હું મારૂ સંપૂર્ણ સમર્થન આપણા લોકલાડીલા ધારાસભ્ય જીતુ વાધાણીને કરું છું, અને જ્ઞાતિના ભેદભાવને પર રહી આપણ સૌ વિકાસના કાર્યોને મત આપીએ તેવી વિનંતી કરૂં છું, તમારો મારા પ્રત્યનો પ્રેમ અને લાગણીના સ્વરૂપે જીતુભાઈને જંગી બહુમતીથી વિજયી બનાવો તેવી પ્રાર્થના. આવી ખોટી ચૂંટણી દરમિયાન ખોટી પત્રિકાઓ વેચવા મામલે હાઈકોર્ટે 21 એપ્રિલે જીતુ વાધાણીને કોર્ટમાં હાજર રહેવા સમન્સ મોકલ્યું છે.

TAG: Gujarat HC summons Jitu Vaghani, Assembly polls 2022, Bhavnagar AAP candidate petition

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular