Sunday, April 19, 2026
HomeGujaratSuratકુખ્યાત લોરેન્સ બિશ્નોઈની ગેંગ ગુજરાત તરફ વળી કે શું? વેપારીને ફોન કરી...

કુખ્યાત લોરેન્સ બિશ્નોઈની ગેંગ ગુજરાત તરફ વળી કે શું? વેપારીને ફોન કરી કહ્યું આવું…

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરતઃ Surat businessman threatened: પંજાબી સિંગર સિદ્ઘુ મુસેવાલાની હત્યા (Sidhu Moosewala Murder) બાદ કેનેડાના ગોલ્ડી બરાર અને લોરેન્સ બિશ્નોઈએ (Lawrence Bishnoi) તેના મોતની જવાબદારી લીધી હતી. ત્યારબાદ લોરેન્સ બિશ્નોઈએ બોલિવુડના ભાઈજાન એટલે કે સલામન ખાનને (Salman Khan) પણ મારી નાખવાની ધમકી આપી હતી. કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગ દેશના અનેક રાજ્યોમાં કાર્યરત છે. ત્યારે હવે લોરેન્સ બિશ્નોઈ ગેંગનો આતંક ગુજરાતમાં પણ જોવા મળી રહ્યો છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ (Gangster) દ્વારા સુરતના કાપડના વેપારી (Surat textile trader) પાસેથી ખંડણી માગવામાં આવી હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે.

પંજાબી સિંગર સિદ્ઘુ મુસેવાલાની હત્યાબાદ લોરેન્સ બિશ્નોઈ ગેંગનું નામ બહાર આવ્યું હતું. ત્યારબાદ સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપવામાં આવતા આ ગેંગ હાલ સતત ચર્ચાઓમાં છે. તેવામાં લોરેન્સ બિશ્નોઈની ગેંગના માણસ તરીકેની ઓળખ આપીને સુરતના વેપારીને ખંડણી માટે ધમકી આપવામાં આવી છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં ઑનલાઈન કાપડનો વેપાર કરતા કેતન ચૌહાણ નામના વેપારીને ગત 16 માર્ચના રોજ અજાણ્યા નંબર પરથી રાત્રીના સમયે વોટ્સ એપ કોલ મારફતે ધમકી આપવામાં આવી હતી.

- Advertisement -

લોરેન્સ બિશ્નોઈની ગેંગના માણસ તરીકેની ઓળખ આપતા આરોપીએ વેપારીને કહ્યું હતું કે, લોરેન્સ બિશ્નોઈની ગેંગમાંથી વાત કરી રહ્યો છું, વેપારીએ કોણ લોરેન્સ બિશ્નોઈ પુછતા કહ્યું હમણાં સિદ્ધુ મુસેવાલાની હત્યા કરી તે લોરેન્સ બિશ્નોઈ, પાંચ લાખ રૂપિયા જોઈએ નહીંતર 24 કલાકમાં તારી હત્યા થઈ જશે કહીંને ધમકી આપી હતી. જોકે વેપારીએ એક સામાન્ય નોકરી કરે છે અને પાંચ લાખ રૂપિયા નથી તેમ કહેતા જ ફોન કાપી નાખ્યો હતો.

વેપારીએ ફોન પુરો થતા આ વાતને સહજતાથી લીધી હતી. પરંતુ આ અંગેની જાણ મિત્રને કર્યા બાદ સોશિયલ મીડિયામાં લોરેન્સ બિશ્નોઈ અંગે તપાસ કરતા સિદ્ધુ મૂસેવાલા અને સલમાન ખાનને ધમકી આપનાર ખુંખાર ગેંગસ્ટર હોવાનું જાણવા મળતા વેપારી ચિંતામાં મુકાયો હતો અને સમગ્ર મામલે વેપારીએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ હવે વરાછા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

TAG: Surat Crime News, Surat businessman threatened, Lawrence Bishnoi Gang

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular