નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot News: આજરોજ રાજકોટ મહાનગરપાલિકા(RMC)ની જનરલ બોર્ડની બેઠક મળી હતી. જેમાં રાજકોટ RMCના ડેપ્યુટી મેયર (Deputy Mayor of Rajkot) પદે કંચનબેન સિદ્ધપુરાની નિમણૂક કરવામાં આવી છે. ભાજપ શાસિત RMCમાં ડેપ્યુટી મેયર પદે વોર્ડ નંબર 2ના કોર્પોરેટર દર્શિતાબેન શાહ (Darshita Shah) રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈ ધારાસભ્ય બનતા તેમના સ્થાને વોર્ડ નંબર 16ના મહિલા કોર્પોરેટર કંચનબેન સિદ્ધપુરાની નિયુક્તી કરવામાં આવી હતી. મહત્વની વાત છે કે ડેપ્યુટી મેયર પદે કંચનબેનની વરણી છ માસ માટે કરવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહ રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા તેમની બાકીની ટર્મ માટે નવા ડેપ્યુટી મેયરની નિયુક્તિ કરવામાં આવી છે. ત્યારે નવા ડેપ્યુટી મેયર બનવા માટે ભાજપમાં મહિલા કોર્પોરેટર થનગની રહ્યા હતા જેમાં દર્શનાબેન પંડ્યા, વર્ષાબેન રાણપરા પર ચર્ચામાં રહ્યા હતા. પરંતુ આખરે પસંદગીનો કળશ કંચનબેન સિદ્ધપુરા પર ઢોળાતા તેમને આજરોજ ડેપ્યુટી મેયર પદે નિયુક્ત કરવામાં આવ્યા છે.
મહત્વની વાત છે કે કંચનબેન ધનસુખભંડેર ભાજપ શહેર પ્રમુખ હતા ત્યારથી સંગઠનમાં સક્રિય હતા. બાદમાં તેઓ ભાજપના શહેર મહિલા ઉપપ્રમુખ બન્યા હતા. બાદમાં ભાજપના મેન્ડેટ પરથી વોર્ડ નંબર 16ની કોર્પોરેશનની ચૂંટણી લડી તેઓ કોર્પોરેટર બન્યા હતા. ત્યારે હવે વર્તમાન બાકીની રહેતી ટર્મના 6 મહિના માટે તેમને ડેપ્યુટી મેયર પદે નિયુક્ત કરવામાં આવ્યા છે.
TAG: Rajkot News, Deputy Mayor of Rajkot, Kanchanben Siddhapura
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








