Friday, April 17, 2026
HomeGujaratRajkotકોહવાયેલા મૃતદેહનો ભેદ ઉકેલતી રાજકોટ પોલીસ, ફરિયાદી જ નીકળ્યો આરોપી

કોહવાયેલા મૃતદેહનો ભેદ ઉકેલતી રાજકોટ પોલીસ, ફરિયાદી જ નીકળ્યો આરોપી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot Crime News: રાજકોટ એરપોર્ટ પોલીસ સ્ટેશન (Rajkot Police) વિસ્તારમાંથી એક યુવકની કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. પોલીસે તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે મૃતદેહ નજીકમાં જ મજૂરી કરતા વિનોદ નામના યુવકનો હોવાનું ખુલ્યું હતું. પોલીસે વધુ તપાસ કરતા ફોરેન્સીક પી.એમ. રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે યુવકને ગળાટૂંપો આપી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે કોન્ટ્રાક્ટરની ફરિયાદને આધારે ગુનો દાખલ કરી તપાસ કરતા મોટ ઘટસ્ફોટ થયો છે.

ઘટનાની વિગત એવી છે કે ગત તારીખ 10 માર્ચના રોજ રાજકોટના હિરાસર એરપોર્ટ નજીકની વીડમાંથી એક કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. વિકૃત મૃતદેહને પોલીસે તપાસ માટે ફોરેન્સીક પી.એમ. માટે મોકલી આપતા ખુલાસો થયો હતો કે મૃતકને ગળાટૂંપો આપી મોતને ઘાટ ઉતારી ફેંકી દેવાયો હતો. બાદમાં તેના મૃતદેહને પ્રાણી અને પંખીઓ દ્વારા નુકશાન થતા મૃતદેહ વિકૃત બની ગયો હતો. પોલીસે કેસનો કોયડો ઉકેલવાનો પ્રયાસ કરતા સૌ પ્રથમ માહિતી મળી હતી કે મૃતદેહ નજીકમાં જ મજૂરી કામ કરતા વિનોદ મનીચંદ ખરવાર રહે. બલીયા ઉત્તર પ્રદેશ નામના યુવકની છે.

- Advertisement -

આ મામલે પોલીસે મૃતક વિનોદના કોન્ટ્રાક્ટરની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી આગળી તપાસ શરૂ કરી હતી. પરંતુ શરૂઆતમાં પોલીસે કોઈ કડી હાથ લાગતી ન હતી. માટે પોલીસે તપાસ વિનોદ સાથે કામ કરતા મજૂરોની પુછપરછ હાથ ધરી હતી. જેમાં પોલીસની નજર ચાર શકમંદો પર રોકાઈ હતી અને તે દિશામાં તપાસ કરતા ખુલાસો થયો હતો કે વિનોદની હત્યા બીજા કોઈએ નહીં પણ ફરિયાદી કોન્ટ્રાક્ટર રાજારામ લક્ષ્મણરામ સરજુરામે જ કરી હતી. પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ કરતા ખુલ્યું હતું કે રાજારામને મૃતક વિનોદ તેની પત્ની સાથે આડા સબંધ ધરાવતો હોવાની શંકા હોવાથી તેણે હત્યા કરી હતી.

શકમંદોની પુછપરછમાં પોલીસને મોતનું કારણ અને આરોપીઓની વિગત મળી હતી કે, આરોપી રાજારામ સહિત વિનોદ સાથે મજૂર કરતા શખ્સો દિનેશ શિવનાથ સુરૂઝ રાજભર, પ્રમોદ શિવદયાલ શંકર રાજભર અને અનિલકુમાર રાજેન્દ્રકુમાર લંગડ આ હત્યામાં સામેલ હતા. આરોપી રાજારામે પોતાની પત્ની સાથે આડા સબંધની શંકા સાથે અગાઉ મોબાઈલને લઈ થયેલા ઝઘડાની પણ અદાવત હોય વિનોદનું કાસળ કાઢી નાખવાનું નક્કી કર્યું હતું.

મહત્વની વાત છે કે આરોપીઓએ વિનોદની તારીખ 8 માર્ચના રોજ મોડી રાત્રે બે વાગ્યા આસપાસ ગળાના ભાગે વાયર લપેટી ગળાટૂંપો આપી હત્યા કરી હતી. બાદમાં હત્યાનો ગુનો છુપાવવા માટે વિનોદના મૃતદેહને તેમણે નજીક આવેલી જુની બેલાની ખાણ પાસે ફેંકી દીધો હતો. આમ આરોપીઓને વીડીમાં ફેંકી દિધેલા મૃતદેહને કારણે પોલીસ તેમના સુધી પહોંચી નહીં શકે તેવી આશા હતી. પરંતુ રાજકોટ શહેર પોલીસની સઘન પુછપરછ અને તપાસના કારણે આરોપીઓએ પોલીસ સમક્ષ વટાણા વેરી દેતાં સમગ્ર મામલા પરથી પડદો હટ્યો છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular