Sunday, May 10, 2026
HomeGujaratઅમદાવાદના વેજલપુરમાં AMCની કાર્યવાહી, અધિકારીએ કહ્યું ગેરકાયદે જમીન પર કબ્જો છે, લોકો...

અમદાવાદના વેજલપુરમાં AMCની કાર્યવાહી, અધિકારીએ કહ્યું ગેરકાયદે જમીન પર કબ્જો છે, લોકો થયા બેઘર, સુએ છે બાળકો સાથે આવી ઠંડીમાં

- Advertisement -

નવજીવન.વેજલપુર: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા કેટલાક સમયથી સરકારી જમીન પર બાંધકામ કરી રહેતા કે વ્યવસાય કરતા લોકોના બાંધકામ તોડવામાં આવ્યા છે. જે અંતર્ગત ગઈકાલે વેજલપુરમાં એક રહેણાંક વિસ્તારમાં 25થી 30 જેટલા ઘરો AMC દ્વારા પોલીસ બંદોબસ્તમાં તોડી પાડવામાં આવ્યા છે. રહેવાસીઓનું કહેવું છે કે તેમને વર્ષોથી અહીંયા રહે છે અને કોઈ નોટિસ વગર અચાનક તેમના ઘર તોડી પાડવામાં આવ્યા છે જ્યારે અધિકારીઓનું કહેવું છે કે અમે પહેલાથી તેમને નોટિસ આપી હતી.


- Advertisement -

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં વૈજનાથ મહાદેવ મંદિરની પાછળ આવેલી જમીન પર વર્ષોથી રહેતા લોકોના ઘર તોડી પાડવામાં આવ્યા છે. રહેવાસીઓનો આક્ષેપ છે કે તેમને કોઈ પણ પ્રકારની નોટિસ આપવામાં અવી નથી અને તેમના મકાન તોડી પાડવામાં આવ્યા છે. તેમનું કહેવું છે કે તેમના ઘર તોડી નાખ્યા તેની બદલામાં તેમને રહેવા માટે અલગ ઘર આપવામાં આવે. અત્યારે તેમણે જે ઘરમાં રહેતા હતા તેમાં ટેક્સ બિલ સિવાય દરેક દસ્તાવેજમાં તેમનું નામ છે જેના તેમની પાસે પુરાવા છે. માત્ર ટેક્સ બિલમાં સરકારનું નામ છે.

ગઈકાલે ઘર તૂટી ગયા બાદ અહીંયાના રહેવાસીઓ નાના બાળકો અને સ્ત્રીઓને રાતે ઠંડીમાં બહાર રાત રહેવું પડ્યું હતું. એટલીક મહિલાઓ ઉગ્ર રીએ કહી રહી હતી કે સરકારને જે કરવું હોય તે કરે અમે અહીંયા જ રહીશું. અત્યારે અમારા ઘર તોડી નાખ્યા છે, પ્લીઝ દ્વારા અમારા પર દમન કરવામાં આવ્યું છે તેમ છતાં અમે અહીંયા ઝૂંપડું બાંધીને રહીશું અમે મારી નાખવા હોય તો મારી નાખો.





મકરબામાં આવેલી મામલતદાર કચેરીમાં મહેસૂલધિકારી સાથે વેટ કરતા તેમણે જણાવ્યું હતું કે,” તેમણે આ અંગે રહેવાસીઓને હેલ નોટિસ આપી હતી. નોટિસ અંગે તેમણે પ્રાંત અધિકારીને અરજી કરી હતી જે અરજી પ્રાંત અધિકારીએ નામંજૂર કરી હતી. સરકારી જમીન પર ગેરકાયદેસર કબ્જો કરીને રહેતા લોકોને તેની બદલામાં કોઈ વળતર અવની કોઈ જોગવાઈ નથી.”

- Advertisement -



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular