નવજીવન ન્યૂઝ. મોરબી: Morbi News: ખેડૂતો માટે આવતો સરકારી ખાતરનો (Fertilizer) જથ્થો બારોબાર વેચી નાખાવાનું એક કૌભાંડ (Scam) સામે આવ્યું છે. જેમાં મોરબીના નવા સાદુળકા ગામ ખાતે આવેલી માતૃ ઈન્ડસ્ટ્રીઝમાં ખેતીના વપરાશના ખાતરનો જથ્થો ઝડપાતા તાલુકા પોલીસ સ્ટેશનમાં (Morbi Police) ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મોરબીના મદદનીશ ખેતી નિયામક સંજયભાઈ ભાણજીભાઈ દલાસણીયા અને સુરેન્દ્રનગરના ખેતી અધિકારી દ્વાર નવા સાદુળકા ખાતેની માતૃ ઈન્ડસ્ટ્રીઝમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન અધિકારીઓને પીળા રંગની ખાતર ભરેલી બેગનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે અધિકારીઓએ તપાસ કરતા ધ્યાને આવ્યું હતું કે, ખાતરની બેગ પર “પ્રધાનમંત્રી જન ઉર્વરક પરિયોજના, ભારત યુરીયા, 46% નાઇટ્રોજન (હિન્દી ભાષમાં), Neem Coat ed Urea for Agriculture and chemicals Itd p.o Narmada nagar, Bharuch, month an d manufacture dec-2022 net wt 45 kg EPR Reg No Bo-B-000-07 AAACG8372Q-22 customer Care CeII No 02642-202243″ લખેલું છે. ઉંડી તપાસ કરતા તેમને જણાવા મળ્યું કે આ જથ્થો ખેડૂતો માટે સરકાર દ્વારા ફાળવવામાં આવતા ખાતરનો જથ્થો છે. જેથી મોરબીના મદદનીશ ખેતી નિયામક સંજયભાઈ દલસાણીયાએ કુલ 169 બેગ કબ્જે લીધી હતી. અને રાસાયણીક ખાતર નિયંત્રણ હુકમ 1985ના ખંડ 27 હેઠળ મળેલી સત્તાની રૂએ તેમણે ખાતરના સ્ટોકમાંથી સેમ્પલ લઈ સ્થળ પર હાજર મનોજભાઈ સવજીભાઈ અઘારાની હાજરીમાં સીલ કરી જુનાગઢ ખાતે સેમ્પલ ચકાસણી માટે મોકલવામાં આવ્યું હતું.
આ સેમ્પલની ચકાસણી થતા ખુલ્યું હતું કે, આ ખાતરનો જથ્થો Neem Coated Ureaનો છે. જેથી અધિકારીઓએ કુલ 168 બેગ રૂપિયા 3,77,946નો જથ્થો ખેતી સિવાયના ઉપયોગમાં લેવાતું હોય તે મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ખાતર બિનખેતી હેતુ માટે ઉપયોગ કરવામાં આવતો હતો પરંતુ આ ખાતર ખેતીના ઉપયોગ માટે ફાળવવામાં આવેલું હતું. આ મામલે માતૃ ઈન્ડસ્ટ્રીઝના મનોજભાઈ સવજીભાઈ અઘારા અને બંધનભાઈ ગણેશભાઈ વડસોલા વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








