નવજીવન.વડોદરા: આપણાં દેશમાં કેટલાય ગરીબ બાળકોની કંઈક બનવાના સ્વપ્નાઓ ગરીબી અને પૈસાની અછતના કારણે વેર-વિખેર થઈ જાય છે. આવા બાળકોના સ્વપ્ન પુરા કરવા માટે સરકાર ખૂબ જ ઓછા દરે બાળકોને લોન આપે છે. આવી જ એક લોન લઈને વડોદરાની એક યુવતી કમર્શિયલ પાયલોટ બની ગઈ છે. વડોદરાની ખુશ્બુ પરમાર નામની યુવતીનું બાળપણનું પાયલોટ બનવાનું સપનું સરકારની આ યોજનાના કારણે પુરું થાય છે આ તેની કહાની છે.
બાળપણમાં પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ ખુશ્બુના પરિવારની આર્થિક સ્થિતિ અત્યંત નબળી બની ગઈ હતી. તેમની માતા અલગ અલગ છાત્રાલયમાં ગૃહમાતા તરીકે નોકરી કરતા હતા. તેમ છતાં દીકરીનું પાયલોટ બનીને આકાશમાં ઉડવાનું સ્વપ્નું પૂરું થઈ શકે તેટલી આર્થિક સ્થિતિ ન હતી. ત્યાર બાદ સરકાર દ્વારા મળતી યોજના થકી તેમને 25 લાખની સહાય મળી અને ખુશ્બુનું પાયલોટ બનવાનું સ્વપ્ન પૂરું થયું.

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ખુશ્બુનું પાયલોટ બનવાનું સ્વપ્ન સાકાર થયું. ગુજરાત સરકારની યોજના હેઠળ રૂ. ૨૪,૭૨,૦૦૦ ની લોન દ્વારા ખુશ્બુનું કમર્શિયલ પાયલટ લાયસન્સ મેળવવાનું અને ઉજ્જવળ કારકિર્દી ઘડવાનું સ્વપ્ન સફળ થયું. તદુપરાંત, ખુશ્બુની હાલમાં એક નામાંકિત એરલાઈન કંપનીમાં અસિસ્ટન્ટ પાયલટ તરીકે પસંદગી થઈ છે.
ગુજરાત સરકારની કમર્શિયલ પાયલોટ લાઇસન્સ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના યુવાઓની નબળી આર્થિક પરિસ્થિતિમાં મદદ કરી તેજસ્વી કારકિર્દી ધરાવતા વિદ્યાર્થીને સમાન તક આપવાના પ્રયાસો કરવામાં આવે છે. કમર્શિયલ પાયલોટ લાઇસન્સ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ હાયર સેકન્ડરી અથવા તેના સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે. ટ્રેનીંગ અર્થે ગુજરાત સરકાર દ્વારા રૂ. ૨૫ લાખની લોન ૪% વ્યાજના દરે આપવામાં આવે છે. લાભાર્થીએ તાલીમ પૂર્ણ કર્યા બાદ ભારતમાં પાંચ વર્ષ સુધી સેવાઓ આપવાની રહેશે. વધુમાં, લાભાર્થીને લોનની ચુકવણી થયાની તારીખથી એક વર્ષ પછી લોનની વસુલાત શરૂ કરવામાં આવે છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












