Tuesday, February 3, 2026
HomeGujaratRajkotરાજકોટ શહેરમાં કેમેરા ડ્રોન કે માઇક્રોલાઇટ એરક્રાફટ હેલીકોપ્ટર ધરાવતા લોકો માટે મહત્વના...

રાજકોટ શહેરમાં કેમેરા ડ્રોન કે માઇક્રોલાઇટ એરક્રાફટ હેલીકોપ્ટર ધરાવતા લોકો માટે મહત્વના આદેશ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.રાજકોટ : તા. ૩૦ ડિસેમ્બર – રાજકોટ શહેર પોલીસ કમિશનરના તાબા હેઠળના વિસ્તારમાં વાઈટલ ઈન્સ્ટોલેશન, એરપોર્ટ, વી.વી.આઈ.પી રહેઠાણ તેમજ શહેરની જનતાની જાનમાલની સુરક્ષા અને સુલેહ-શાંતીનું વાતાવરણ જળવાઇ રહે તે હેતુસર શહેરના મહત્વના ૩૪ સ્થળો પર રાજકોટ શહેર પોલિસ કમિશનર(CP Rajkot) રાજુ ભાર્ગવે રીમોટ કંટ્રોલ સંચાલીત કેમેરા લગાડેલ ડ્રોન કે રીમોટ કંટ્રોલ સંચાલીત એરીયલ મીસાઇલ, હેલીકોપ્ટર, કે પેરાગ્લાઇડર, રીમોટ કંટ્રોલ સંચાલીત માઇક્રોલાઇટ એરક્રાફટ ચલાવનાર સંચાલક તથા વ્યવસાયીકો માટે નિયંત્રણ મુકતા હુકમ જાહેર કર્યા છે.

આદેશ મુજબ સંચાલકો કે માલીકોએ આ ડ્રોન કેમેરાની સંપૂર્ણ માહિતી જેવીકે મોડેલ નંબર, વજન, ક્ષમતાની વિગતો સાથે નજીકના પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવવાની રહેશે તેમજ તેનો ઉપયેાગ કરતા પહેલા જે વિસ્તારમાં ઉપયોગ કરવાનો હોય તે વિસ્તાર સંબંધીત પોલીસ સ્ટેશન ઇન્ચાર્જની પૂર્વમંજુરી લેવાની રહેશે. આ જાહેરનામાનો અમલ રાજકોટ શહેર પોલીસ કમિશનરેટની હકુમત હેઠળના તમામ વિસ્તારમાં તા. ૦૧/૦૧/૨૦૨૩ થી તા. ૨૮/૦૨/૨૦૨૩ સુધી કરવાનો રહેશે. જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે. સુરક્ષા એજન્સીના રીમોટ કંટ્રોલ માઇક્રોલાઇટ એરક્રાફટને આ જાહેરનામું લાગુ પડશે નહીં.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular