Tuesday, February 3, 2026
HomeGujaratનવસારીમાં જેલમાંથી આવેલા આરોપીએ મહિલા જજને પથ્થર માર્યો, જાણો સમગ્ર મામલો

નવસારીમાં જેલમાંથી આવેલા આરોપીએ મહિલા જજને પથ્થર માર્યો, જાણો સમગ્ર મામલો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવસારીઃ નવસારીમાં આરોપી દ્વારા કોર્ટ(Navsari Court)માં જજ પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ચાલુ કોર્ટમાં જ આરોપી દ્વારા પથ્થરમારીને મહિલા જજ પર હુમલો કરવામાં આવ્યો હતો. જોકે જજને કોઈ ઈજા ન થઈ હોવાની વિગત સામે આવી છે. ત્યારે અહીં સવાલ ઊભો થાય છે કે જેલમાંથી આવેલા આરોપી પાસેથી પથ્થર જેવો પદાર્થ કઈ રીતે આવ્યો. . ઉપરાંત માહિતી મળી રહી છે કે, અગાઉ પણ આ જ આરોપીએ અન્ય જજ પર હુમલો કર્યો હતો.

પ્રાપ્ત વિગત અનુસાર, આજે IPC 326ના ગુનામાં સંડોવાયેલા આરોપીને નવસારી ચીફ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન આરોપી દ્વારા થર્ડ એડિશનલ ડિસ્ટ્રીક્ટ મહિલા જજ પર એ.આર.દેસાઈ પર હુમલો કર્યો હતો. મહિલા જજ પર આરોપીએ પથ્થર ફેંકીને હુમલો કર્યો હતો. આરોપી જેલમાંથી પોતાના ખિસ્સામાં પથ્થર રાખીને આવ્યો હતો. અગાઉ પણ આ જ આરોપી દ્વારા એમ.એ. શૈખ નામના જજ પર ચપ્પલ વડે હુમલો કરવા આવ્યો હતો. કોર્ટમાં બનેલી અંગે જેલ કેદીના જાપ્તાની પોલીસ પર પણ અનેક સવાલોના ઘેરામાં આવી છે.

- Advertisement -

નવસારી ચીફ કોર્ટમાં મહિલા જજ પર હુમલો કરવાની ઘટનાને બાર એસોસિયેશને કડક શબ્દોમાં વખોડી કાઢી છે. કોર્ટમાં બનેલી ઘટના અંગે એડવોકેટ પ્રતાપસિંહ મહિડાએ જણાવ્યું કે, આજે જે નવસારી થર્ડ એડિશનલ ડિસ્ટ્રીક્ટ મહિલા જજ પર આરોપી દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. એ બનાવને મારી દૃષ્ટીએ લાલબત્તી સમાન બનાવ છે, આ આરોપીએ પેરોલ છૂટ્યા દરમિયાન પણ ગુનો કર્યો હતો, આ ગુનાના સંદર્ભે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આરોપીએ અગાઉ પણ જજ પર હુમલો કર્યો છે, તો આવા પૂર્વ ઈતિહાસ ધરાવતા આરોપીઓને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે ત્યારે તંત્રએ પુરેપુરી સાવધાની રાખી તેની તલાસી લીધા બાદ આરોપીને જાપ્તામાં સોંપવો જોઈએ. જો આરોપીની તલાસી લેવામાં આવી હોત તો આજે બનાવ બન્યો ન હોત, તંત્રની કાયદો અને વ્યવસ્થા બાબતેની ઉદાસીનતા સ્પષ્ટપળે ઉજાગર થઈ છે. આ ખૂબ ગંભીર બનાવ છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular