Friday, May 1, 2026
HomeGujaratBREAKING: અમદાવાદમાં કોરોનાના નવા વેરિયન્ટની એન્ટ્રી, લંડનથી અમદાવાદ એરપોર્ટ આવેલી આણંદની યુવતી...

BREAKING: અમદાવાદમાં કોરોનાના નવા વેરિયન્ટની એન્ટ્રી, લંડનથી અમદાવાદ એરપોર્ટ આવેલી આણંદની યુવતી પોઝિટિવ

- Advertisement -

જયંત દાફડા (નવજીવન, અમદાવાદ): ભારતમાં ઓમિક્રોનની પોઝિટિવ દર્દીની વધતી જતી સંખ્યા ચિંતાનો વિષય બન્યો છે. દર દોઢ દિવસે કેસ બમણા થઈ રહ્યા છે. ભારતમાં ગઈકાલ સુધી ઓમિક્રોન પોઝિટિવ દર્દીની સંખ્યા ૧૨૯ થઈ હતી. ત્યારે ગુજરાતમાં પણ હવે ઓમિક્રોનના કેસ પણ સામે આવતા તંત્ર એલર્ટ થયું છે. ગુજરાતમાં અત્યાર સુધી જામનગર, સુરત, મહેસાણા, વડોદરા, ગાંધીનગરમાં ઓમિક્રોન પોઝિટિવ દર્દીઓ સામે આવી ચૂક્યા. ત્યારે આજે અમદાવાદમાં પણ એક પોઝિટિવ દર્દી સામે આવ્યું છે.



ગુજરાતમાં અત્યાર સુધી નોંધાયેલા ઓમિક્રોનના ૭ કેસ સામે આવી ચૂક્યા છે. આ સાથે રાજ્યમાં ઓમિક્રોનના કુલ 10 કેસ થયા છે.જે પૈકી ૪ લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. લંડનથી દુબઈ થઈને અમદાવાદ એરપોર્ટ પર આવેલી ૪૮ વર્ષીય યુવતી ઓમિક્રોન પોઝિટિવ આવતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ મેડીસિટીની ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો છે. ઓમિક્રોન પોઝિટિવ દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદમાં ઓમિક્રોન પોઝિટિવ આવતા સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉક્ટર રાકેશ જોષીએ નાગરિકોને અપીલ કરી છે કે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનથી ગભરાવું નહીં. સાવચેતી જરૂર રાખવી અને કોરોના સંલગ્ન સરકારી તમામ દિશાનિર્દેશોનું ચુસ્તપણે પાલન કરવા જણાવાયું હતું.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular