નવજીવન ન્યૂઝ. રાજકોટ તા. ૨૬ ડિસેમ્બર – રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ હેઠળ અને મામલતદાર કે.કે. કરમટાના માર્ગદર્શન હેઠળ સરકારી માલિકીની જમીન ઉપર ગેરકાયદે ચણવામાં આવેલા કાચાં મકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું.

આજરોજ રાજકોટના મોટા મવા ગામના ટીપી સ્કીમ નં – ૧૦ ના ફાઈનલ પ્લોટ નંબર ૭૮ પૈકી એકની ૪૦ હજાર ચોરસ મીટર જગ્યા કે જે વહીવટી તંત્ર દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે એનાયત કરવામાં આવી હતી, ત્યાં પાંચ જેટલાં કાચાં મકાનો ગેરકાયદે બાંધવામાં આવેલા હતા, જેનું આજરોજ ડિમોલિશન કરવામાં આવ્યું હતું.



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








