Sunday, April 19, 2026
HomeGujaratકડીમાં પતંગની દોરીએ પેરાશૂટ ડેમેજ કરતા વિદેશી પાયલોટનું નીચે પટકાતા મોત

કડીમાં પતંગની દોરીએ પેરાશૂટ ડેમેજ કરતા વિદેશી પાયલોટનું નીચે પટકાતા મોત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મહેસાણાઃ મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં ચાઈનીઝ દોરી (Chinese thread) વિદેશી યુવકનો જીવ લીધો છે. રસ્તા પરથી પસાર થતાં રાહદારીઓનો જીવ ચાઈનીઝ દોરી લીધો હોવાની અગાઉ અનેક ઘટના સામે આવી છે. પરંતુ આજે કડીમાં આકાશમાં પેરાગ્લાડિંગ દરમિયાન ચાઈનીઝ દોરી વચ્ચે આવી જતાં પેરાશૂટને નુકશાન થતાં પેરાશૂટ પાયલોટ (Paraglider Pilot) નીચે પટકાયો હતો. જોકે આ ઘટનામાં પાયલોટનું મોત નિપજ્યુ હતું.

પ્રાપ્ત વિગત અનુસાર, મહેસાણાના કડી તાલુકામાં ધરમપુરમાં આવેલી પી.જે. પટેલ સર્વ વિદ્યાલયમાં યોજાયેલા સષ્ટિપૂર્તિ મહોત્સવમાં વિદેશી નાગરિકને સ્કૂલના કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પેરાશૂટ ઉડાવતી વખતે પતંગની દોરીનો ઘસરકો વાગતા પેરાશૂટને નુકશાન થયું હતું. જોકે પેરાશૂટ બેકાબુ થઈ જતાં પેરાશૂટ સાથે પાયલોટ ઝડપથી જમીન પર પટકાયો હતો. સમગ્ર બનાવનો વીડિયો સ્થાનિકના મોબાઈલમાં કેદ થયો હતો.

- Advertisement -

પેરાશૂટને નુકશાન પહોંચાડનાર પતંગની દોરી ચાઈનીઝ હોવાનું સામે આવ્યું હતું. ચાઈનીઝ દોરીના કારણે પેરાશૂટને ડેમજ થતાં પેરાશૂટ સાથે કોરીયન નાગરિક ઊંચાઈથી જમીન પર પટકાયો હતો. મૃતક વિદેશી નાગરીક 50 વર્ષીય હતો. જે મૂળ વિસતપુરા ગામના અને હાલમાં વડોદરા ખાતે બિઝનેસ કરતા બિઝનેસમેનના ગેસ્ટ હતા. વડોદરાના બિઝનેસમેનના આમંત્રણથી મૂળ કોરિયન નાગરિક ધરમપુર આવ્યા હતા. સમગ્ર બનાવ અંગેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Tag: Mehsana Foreign paraglider killed by Kite Thread VIDEO

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular