નવજીવન. અમદાવાદ: ગુજરાતમાં મહામારી બાદ બાળકોનું અભ્યાસ ભીંસમાં મુકાયુ છે. ઓનલાઇન શિક્ષણથી કેટલાક બાળકોને ઘણી મુશ્કેલી પડી હતી. જો કે રાજ્યમાં કોરોના કેસ ઓછા થતાં ઓફ્લાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. જો કે અત્યારે ઓમિક્રોનની દહેશત વચ્ચે બાળકોને સ્કૂલમાં મોકલવા કે નહીં તેને લઈને મુજવણમાં મુકાયા છે. ત્યારે આ ચિંતાને લઈને ઓલ ગુજરાત વાળી મંડળએ રાજ્યના શિક્ષણમંત્રીને પત્ર લખ્યો છે.
તાજેતરમાં ગુજરાતના અનેક જિલ્લાઓની શાળાઓમાં બાળકોમાં કોરોના પોઝિટિવ સામે આવ્યો છે. ગઈકાલે સુરત અને વડોદરાની શાળાના બાળકમાં કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચ્યો હતો. જો કે સુરતમાં ધોરણ ૧ અને ૨ના બાળકો પોઝિટિવ આવતા તંત્રની ચિંતામાં વધારો થયો હતો. સુરતની શાળામાં બાળક કોરોના પોઝિટિવ આવતા શાળાને ૭ દિવસ બંધ રાખવામાં આવી છે. તો બીજી બાજુ વડોદરાની શાળાનો બાળક પોઝિટિવ આવતા ૪ દિવસ શાળાને બંધ રાખવામાં આવી છે.
ત્યારે આજે ઓલ ગુજરાત વાળી મંડળએ રાજ્યના શિક્ષણમંત્રીને પાત્ર લખીને રજૂઆત કરી છે કે છેલ્લા ઘણા સમયથી રાજ્ય મહામારી ચાલી રહી હતી ત્યાર બાદ ઓમિક્રોનની દહેશતે જોર પકડ્યું છે. તો બીજી બાજુ ગુજરાતમાં ૧ થી ૧૨ ધોરણના તમામ વર્ગની શાળાઓ ચાલુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે ગઈકાલે વડોદરા, રાજકોટ અને સુરતની શાળામાં બાળકો કોરોનાની ચપેટમાં આવી ગયા છે.
જેથી વાલીમંડળ માંગ કરી છે કે ગુજરાતની શાળાઓમાં ભાળતા વિદ્યાર્થી કોરોના સંક્રમિત થાય તો તેનો મેડિકલ ખર્ચ ગુજરાત સરકાર ઉઠાવે અને તાત્કાલિક ધોરણે શાળાઓમાં કોરોનાની SOPનું પાલન કરાવે. ઉપરાંત ૧૫ જન્યુવારી સુધી ધોરણ ૧થી ૧૨ની તમામ શાળાઓ બંધ કરવા વાળી મંડળ દ્વારા માંગ કરવામાં આવી છે.
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









