Sunday, May 10, 2026
HomeGujaratહેડ કલાર્કના પેપરનો વેપાર 5થી 10 લાખમાં થયો હતો- દર્શન વ્યાસના ઘરેથી 23 લાખ રોકડ...

હેડ કલાર્કના પેપરનો વેપાર 5થી 10 લાખમાં થયો હતો- દર્શન વ્યાસના ઘરેથી 23 લાખ રોકડ મળ્યા

- Advertisement -

પ્રશાંત દયાળ (અમદાવાદ):

એકાદ વખત પેપર લીક થાય તો સંબંધીત સત્તા મંડળ અને અધિકારીઓને તમે શંકાનો લાભ આપી શકો, પરંતુ છેલ્લી દસ પરિક્ષામાંથી નવ પરિક્ષાના પેપર લીક થવા છતાં વિવિધ સત્તા મંડળના પેટનું પાણી હલતુ નથી, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 189 હેડ કલાર્કની પરિક્ષા માટે પરિક્ષા યોજવામાં આવતા 80 હજાર ઉમેદવારોએ પરિક્ષા આપી હતી, પણ આ પેપર પણ લીક થતાં પ્રારંભમાં તો ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસીત વોરાએ સબ સલામતનો રાગ આલ્પયો હતો પરંતુ સાબરકાંઠા પોલીસની તપાસમાં પેપર લીક થયુ હોવાનું બહાર આવતા આ મામલે 11 આરોપીઓ સામે ગુનો નોંધાયો છે. જે પૈકી આઠ આરોપીને પોલીસે ઝડપી લીધા છે, સાબરકાંઠા પોલીસે આરોપી દર્શન વ્યાસના ઘરેથી 23 લાખ રૂપિયા કબજે કર્યા છે જે રૂપિયા તેને ઉમેદવારોને પેપર પુરુ પાડવા પેટે મળ્યા હતા.

- Advertisement -



સાબરકાંઠાના પોલીસ વડા નિરજ બડગુજરે તેમને મળેલી માહિતીને આધારે ઠેર ઠેર દરોડા પાડી સરકારને એક અહેવાલ સુપ્રત કર્યો હતો. જેમાં પીપર લીક થયુ હોવાના પુરાવા પોલીસને મળ્યા હોવાનું જણાવતા ગૃહ વિભાગે આ મામલે ગુનો નોંધવાનો આદેશ આપ્યો હતો. પોલીસને પકડેલા આઠ આરોપીઓની પુછપરછ કરતા જાણકારી મળી કે પેપર લીક કરવાનું કામ જયેશ પટેલ નામના આરોપીઓ કર્યુ હતું જે હજી પોલીસને પકડની બહાર છે. જયેશ પટેલ પકડાય પછી તેણે પેપર કોની પાસેથી મેળવ્યુ હતું તેની જાણકારી બહાર આવતા વધુ મોટા માથાના નામ આરોપી તરીકે બહાર આવે તેવી સંભાવના છે.

જયેશ પટેલે પોતાની પાસે આવી ગયેલુ પેપર વિવિધ આરોપીઓને આપી ઉમેદવાર શોધી લાવવાનું કામ સોંપ્યુ હતું, જેમાં ઉમેદવાર દીઢ 5થી10 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા. આ કેસના આરોપી દર્શન વ્યાસે પોલીસ સામે કબુલ્યુ હતું કે મળેલા પેપર તેણે પોતાના ઘરે પાંચ ઉમેદવારને બોલાવી સોલ્વ કરાવ્યા હતા જે પેટે તેને ઉચક 23 લાખ રૂપિયા મળ્યા હતા, પોલીસે દર્શનના ઘરેથી આ 23 લાખની રકમ કબજે કરી છે, આ તમામ આરોપીઓને પોલીસ કોર્ટમાં રજુ કરી 14 દિવસના રિમાન્ડની માગણી કરશે.

- Advertisement -



તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular