Thursday, April 23, 2026
HomeGeneralબંગાળના CM બેનર્જી અમિત શાહની હાજરીમાં બાખડી પડ્યા: કોલકાતા

બંગાળના CM બેનર્જી અમિત શાહની હાજરીમાં બાખડી પડ્યા: કોલકાતા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. કોલકાતા: આજરોજ પશ્રિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની બીએસએફના અધિકારી સાથે ચડભડ થઈ હતી. આ બેઠકમાં દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર હતા. આ ઘટના પશ્ચિમ બંગાળના હાવડામાં ઈસ્ટર્ન ઝોનલ કાઉન્સેલિંગ મીટિંગ દરમિયાન થઈ હતી. આ બબાલની પાછળ કેન્દ્ર સરકારના સરહદની અંદર 50 કિલોમીટર સુધી કાર્યવાહી કરવાના અધિકાર ક્ષેત્રને લઈ થઈ હોવાના અહેવાલ મળ્યા છે. મમતાનું કહેવું છે કે, આ નિર્ણયથી સામાન્ય લોકોને મુશ્કેલી પડી રહી છે.

કેન્દ્ર સરકારે વર્ષ 2021ના ઓક્ટોબર માસમાં બીએસએફના અધિકાર ક્ષેત્રનો વ્યાપ વધવાનો નિર્ણય કર્યો હતો. આ નવા નિર્ણયથી બીએસએફને દેશની આંતરરાષ્ટ્રીય બોર્ડરથી 50 કિ.મી. વિસ્તાર સુધી કાર્યવાહી કરવા માટે અધિકાર મળે છે. આ નિર્ણયથી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી નારાજ થયા છે, જેમનું માનવુ છે કે, બીએસએફ પાસે વધુ શક્તિ છે, જેઓ સામાન્ય લોકો અને અધિકારીઓ વચ્ચે તાલમેલ નથી થવા દેતા.

- Advertisement -

મમતાએ અગાઉ મે 2022માં કહ્યું હતું કે, બીએસએફ ગામાડામાં લોકોને ઘુસીને મારે છે અને લાશ બાંગ્લાદેશમાં ફેંકી દે છે. બીએસએફ ગાયોની સરહદ પાર દાણચોરી કરાવે છે. ઉપરાંત બીએસએફ હત્યા કરી લાશ બાંગ્લાદેશમાં ફેંકી દે તેનો આરોપ બંગાળ પોલીસ પર આવે છે. આ માટે જ મે રાજ્યની પોલીસને બીએસએફને અટકાવવા માટે કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, બીએસએફ એક્ટ 1968ની કલમ 139 (1)ની જોગવાઈ મુજબ, આ નિર્ણયની અશર દેશના 12 રાજ્યોને લાગુ પડે છે કે જ્યાં આંતરરાષ્ટ્રીય સરહદો આવેલી છે. કાયદા મુજબ પહેલા બીએસએફ સરહદની 15 કિલોમીટર અંદર સુધી જ કાર્યવાહી કરી શકતું હતું જ્યારે તેમાં સુધારો થવાના કારણે હવે બીએસએફ 50 કિ.મી સુધી કાર્યવાહી કરી શકે છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular