Saturday, October 10, 2026
HomeGeneralદાંતાઃ કોંગ્રેસના ઉમેદવાર જીવ બચાવવા જંગલમાં અને BJPના ઉમેદવાર પોલીસ સ્ટેશનમાં ભાગ્યા

દાંતાઃ કોંગ્રેસના ઉમેદવાર જીવ બચાવવા જંગલમાં અને BJPના ઉમેદવાર પોલીસ સ્ટેશનમાં ભાગ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. બનાસકાંઠાઃ ગુજરાત વિધાનસભાના બીજા તબક્કાના મતદાન શરૂ થાય તે પહેલા જ બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગુમ થયા હોવાનો આરોપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો. ગઈકાલે જ પ્રેસ કોન્ફરન્સ યોજીને તેમણે બોગસ મતદાન અને ધાકધમકીની ચિંતા વ્યક્ત કરી હતી. જોકે ત્યારબાદ કોંગ્રેસના નેતાનું અપહરણ થયુ હોવાની વાત સામે આવતા પોલીસ દોડતી થઈ હતી અને નેતાને શોધી કાઢ્યા હતા. આજે સવારે કોંગ્રેસના નેતા કાંતિ ખરાડી ઘાઘું પ્રાથમિક શાળા ખાતે મતદાન કરવા પહોંચ્યાં હતા.

કોંગ્રેસનો આક્ષેપ આવો છે

- Advertisement -

બનાસકાંઠાના કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર ચૂંટણી પહેલા બને એકબીજા સામે આક્ષેપો કરી રહ્યા છે. ગઈકાલ રાત્રે કોંગ્રેસના ઉમેદવાર ગુમ થયાની જાણકારી સામે આવતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર સહિતના નેતાઓ ગાંધીનગર ચૂંટણી અધિકારી સમક્ષ રજૂઆત માટે પણ પહોંચ્યા હતા. કોંગ્રેસના નેતા જીગ્નેશ મેવાણી દ્વારા ટ્વિટ કરીને લખવામાં આવ્યું હતુ કે, “દાંતાના કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય કાંતિ ખરાડી ઉપર ભાજપના ઉમેદવાર અને એમના ગુંડાઓ દ્વારા જીવલેણ હુમલો. એમની ગાડીને આંતરીને મારી નાખવાની કોશિશ કરવામાં આવી; ગાડી પલટી મારી દીધી. હજુ પણ માનનીય કાંતિભાઈ ખરાડી લાપતા છે.”

કોંગ્રેસી ઉમેદવાર ખરાડી શું કહે છે ?

કોંગ્રેસના ઉમેદવારનું અપહરણ થયું હોવાનું કોંગ્રેસી નેતાઓ આક્ષેપ કરતાં પોલીસ દોડતી થઈ હતી. ત્યારબાદ મોડી રાત્રે કાંતિભાઈ ખરાડી મળી આવ્યા હતા. તેમના પર હુમલો થતાં જંગલમાં સંતાયા હોવાનું કાંતિ ખરાડીએ જણાવ્યું હતું. તેમણે આરોપ મુક્યો હતો કે, ભાજપના લોકોએ તેમની કાર પર હુમલો કર્યો હતો, હુમલો કરનારા હથિયારો સાથે આવ્યા હતા. જેથી જીવ બચાવવા જંગલ તરફ ગયા હતા અને ત્યાં પડી જવાથી ઈજાગ્રસ્ત થયા હતા. આજે સવારે તેમને સારવાર અર્થે પાલનપુર સિવિલમાં પહોંચ્યા હતા અને ત્યારબાદ મતદાન કરવા પહોંચ્યા હતા.

- Advertisement -

ભાજપના ઉમેદવાર લાલુ પારઘી જીવ બચાવવા ક્યાં ગયા ?

બીજીબાજુ દાંતાના ભાજપના ઉમેદવાર લાઘુ પારઘી દ્વારા પણ કોંગ્રેસ પર આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં તેઓ જણાવી રહ્યા છે કે, ‘દાંતા ભાજપ કાર્યાલયથી મારા ઘરે જઈ રહ્યો હતો ત્યારે કાંતિભાઈ ખરાડીની 25 જેટલી ગાડીઓ સામસામે આવી ગઈ હતી, મારી ગાડીને આગળ પાછળથી ટક્કર મારી તોડી નાખી છે, તેઓ બધા ધોકા અને તલવાર લઈને મારવા નીકળી પડતાં હું મારો જીવ બચાવવા માટે ખેતરમાં ઉતરીને નાસી ભાગીને હાલ પોલીસ સ્ટેશન આવી ગયો છું.’

પોલીસનું શું કહેવું છે ?

- Advertisement -

બનાસકાંઠાની દાંતા બેઠકને લઈને હાઈવોલ્ટેજ ડ્રામા થતા પોલીસ એકશનમાં આવી ગઈ છે. બનાવને પગલે પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતુ કે, ‘બનાવની જાણ થતા જ પોલીસ તંત્ર ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. કાંતી ખરાડીનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમની ફરિયાદ લેવામાં આવી હતી, ફરિયાદમાં કાંતી ખરાડીનું અપહરણ થયું હોવાનું જણાવવામાં આવ્યું નથી, જ્યારે ભાજપ ઉમેદવાર લાઘુ પારધીની પણ ફરિયાદ લેવામાં આવી છે. સમગ્રે બાબતે હાલ તપાસ કરવામાં આવી રહી છે.’

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular