નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કાના મતદાન માટેના હવે આખરી કલાકો બાકી રહ્યા છે. ત્યારે પ્રથમ તબક્કામાં કેટલી બેઠકો પર કેટલુ મતદાન થયું છે તેની જાણકારી સામે આવી છે. બપોરના 3 વાગ્યા સુધીનાં સરેરાશ 48.65% મતદાન થયું છે. સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લાઓમાં42.12 % અને દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓમાં 56.39% મતદાન નોંધાવ્યું છે. દક્ષિણ ગુજરાતની તુલના કરતાં સૌરાષ્ટ્રમાં 14 % મતદાન ઓછુ થયું છે. કેટલીક બેઠકો પર મતદારોને મત આવપામાં રસ ન દાખવતા ઉમેદવારો ચિંતામાં મુકાયા હતા.
ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કાના મતદાનના હવે માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે. અત્યાર સુધી પ્રથમ તબક્કા માટે 48.65% મતદાન થયું છે. જોકે હવેના ગણતરીના કલાકો મહત્વના માનવામાં આવી રહ્યા છે. બપોરના ત્રણ વાગ્યા સુધીની વાત કરીએ તો અમરેલીમાં 44.62%, ભરૂચમાં 52.45%, ભાવનગરમાં 45.91%, બોટાદ 43.67%, ડાંગમાં 58.55%, દેવભૂમિ દ્વારકા 46.55%, ગીરસોમનાથ 50.89%, જામનગર 45.68%, જૂનાગઢ 46.03%, કચ્છ 45.45%, મોરબીમાં 53.75%, નર્મદા 63.88%, નવસારી 55.10%, પોરબંદર 43.12%, રાજકોટ 46.68%, સુરત 47.01%, સુરેન્દ્રનગર 48.60%, ટાપી 64.27%, વલસાડ 53.49% મતદાન નોંધાયું છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








